Charchapatra

યુવાનોના આદર્શ , પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ

૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી છે. સમગ્ર વિશ્વને પોતાના જીવન, સાહિત્ય અને વિચારોથી  અચંબિત કરનાર સ્વામીજીનો જન્મદિવસ ભારતમાં “ નેશનલ યુથ ડે “ તરીકે ઉજવવામાં આવે છે.  યુવાશકિત પર ખૂબ શ્રધ્ધા અને વિશ્વાસ ધરાવનાર  , ખૂબ જ ટૂંકા આયુષ્યના અધિકારી સ્વામી વિવેકાનંદે પરાક્રમી કાર્યો દ્વારા સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું. ભારત વિશ્વમાં સૌથી વધુ યુવાન દેશ છે.

આ યુવાનોને સ્વામીજીનું જીવન અને સંદેશ માર્ગદર્શનિય છે. અનેક પડકારો વચ્ચે શ્રેષ્ઠ યુવા બનવા, પોતાના કાર્ય પ્રત્યે સમર્પિત ભાવ કેળવવા, કાર્યને પૂર્ણ કરવાનો દ્રઢ સંકલ્પબળ પ્રાપ્ત કરવા  યુવાનોએ સતત વિવેકાનંદજીનાં સાહિત્ય અને વિચારોના સંપર્કમાં રહેવું જરૂરી છે. “ નીડરતાપૂર્વક આગળ વધતાં રહો.

એક દિવસમાં કે એક વર્ષમાં સફળતાની આશા ન રાખો. “ આવી પ્રેરિત વાત કરનાર વિશ્વની મહાન વિભૂતિ, ભારતીય યુવા શકિતને ઓળખતા હતા. “ બળવાન, પ્રાણવાન, શ્રધ્ધાવાન, નિષ્ઠાથી ઉભરાતા યુવકો જગતની સૂરત બદલી શકવાની તાકાત ધરાવે છે .” યુવાનોને લક્ષ નિર્ધાર માટે સ્વામીજીએ પ્રેરિત કરતાં કહ્યું , “ જેના જીવનમાં લક્ષ નથી એ તો રમતી ગાતી, હસતી, બોલતી લાશ જ છે.

“ લક્ષ વિનાનું જીવન વ્યર્થ છે. પોતાનામાં વિશ્વાસ ન રાખનાર નાસ્તિક છે. આવું કહી તેમણે આત્મવિશ્વાસથી, પોતાના કામ પ્રત્યે સમર્પિત ભાવ કેળવી, દ્રઢ સંકલ્પબળ રાખી સફળ થવાનો મંત્ર યુવાનોને આપ્યો.  યુવાનોના પ્રેરણાસ્રોત અને માર્ગદર્શક સ્વામી વિવેકાનંદને “ રાષ્ટ્રીય યુવા દિને “ – તેમની જન્મજયંતીએ કોટિ કોટિ વંદન. સુરત    

– અરુણ પંડ્યા          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top