પોલીસ કમિશ્નરે ફતવો બહાર પડ્યો છ

પોલીસ કમિશ્નરે ફતવો બહાર પડ્યો છે કે મકર સંક્રાંતિ ના દિવસે ધાબા પર પચાસથી વધુ લોકો હશે તો એમની ધરપકડ થશે. આ માટે દ્રોણથી વોચ રખાશે. પાટીલની સભાઓ અને બીજા ભાજપીયાઓના લગ્ન સમારંભો જેમા હજારો માણસો છડેચોક માસ્ક વગર અને સોશિયલ ડીસ્ટન્ટના ધજાગરા ઉડવતા હોય ત્યાં પોલિસ કોઈ પગલા લેતી નથી.

આ બધાના ફોટાઓ પણ છાપાઓમાં આવ્યા છે અને વિડિયો પણ વાયરલ થયા છે છતાં પોલીસે કોઇ પણ પગલાં લીધા નથી. સામાન્ય પ્રજાને નજીવી બાબતે પણ દંડતી પોલીસ મોટા માથાઓ સામે મુગીમંતર રહે છે. જ્યારે જનતા જાણે આતંકવાદી હોય એમ એના પર વોચ રાખવાની તેઓ ધમકી આપે છે.

આનો સમસ્ત પ્રજાએ વિરોધ કરવો જોઇએ. દ્રોણથી નિર્દોષ લોકોના ઘરો પર વોચ રાખવુ એ જનતાની પ્રાયવસીનો ભંગ કરવા સમાન છે. એ ગેરકાયદેસર ગણાય. લોકો હવે પોલીસના આવા જુલમથી ત્રાસી ગયા છે. પોલીસ અને સત્તાવાળાઓ આવી વોચ ન રાખે અને સુરતીઓને એમનો સૈકાઓ જુનો સાંસ્કૃતિક મહત્વનો મકરસંક્રાંતિનો ઉત્સવ કોઈ પણ જાતના ભય વગર માણવા દે એજ યોગ્ય રહેશે.

સુરત     – રોહિત મારફતિઆ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts