Columns

અભિમાન શું કામ ???

ઈરાનનો બાદશાહ અલ રશીદ ….બાદશાહ અલ રશીદને પોતાના સમૃદ્ધ વિરાટ રાજ્ય …અઢળક સંપત્તિથી ઉભરતા ખજાના અને મોટી સેના નો ગર્વ હતો…અને અભિમાનને લીધે આવતા દરેક અવગુણ તેનામાં પ્રવેશી ગયા હતા.બાદશાહ તોછડો બની ગયો હતો ..બધાનું અપમાન કરતો …દુનિયામાં મારા સમાન કોઈ નથી તેમ સમજતો ..મનફાવે તેવું વર્તન કરતો …અજુગતા ફરમાન કાઢતો …નાના ગુનાની મોટી સજા આપી દેતો.કોઈનામાં બાદશાહને તેમની ભૂલ બતાવવાની હિંમત ન હતી. બાદશાહની માતાએ સૂફીસંત અબુ શકીકને વિનંતી કરી કે મારા દીકરાને જીવનનો સાચો રાહ સમજાવો …ધન દોલતના અભિમાનને લીધે તે ભટકી ગયો છે.અબુશકીકે બાદશાહની માતાને કહ્યું, ‘હું બાદશાહને સમજાવવાની કોશિશ ચોક્કસ કરીશ.’

એક દિવસ અબુશકીક બાદશાહના દરબારમાં પહોંચી ગયા.બાદશાહે સ્વાગત કર્યું….અભિમાનને લીધે ઝૂકીને સલામ ન કરી … સૂફીસંત અબુ શકીકે આવતા જ બાદશાહને પૂછ્યું, ‘બાદશાહ તમે આખા ઈરાનના શાહ છો ..તમારી સંપત્તિનું કુળ મુલ્ય કેટલું છે ??’ બાદશાહે વધુ રુઆબથી ઉત્તર આપ્યો, ‘મારી પાસે એટલી દોલત છે જે ગણી ગણાય નહિ.એટલી બેસુમાર સંપત્તિ છે કે કેટલી છે તેનો અંદાજ ન લગાવી શકાય…ખરેખર કુલ કેટલી દોલત છે તેનો મને ખ્યાલ પણ નથી.’

સંત બોલ્યા, ‘વાહ , પણ હવે ધારો કે તમે સહરાના રણમાં ભૂલા પડી ગયા છો…અસહાય તાપમાં અહીંથી તહી રખડી રહ્યા છો તમને ખુબજ તરસ લાગી છે …ધારો કે ત્યારે તમને કોઈ પાણીનો એક પ્યાલો આપે તો તમે તેને શું આપશો ??’ બાદશાહે કહ્યું, ‘અરે હું તરસથી મારી રહ્યો હોઉં અને કોઈ એક પાયલો પાણી આપે તો તો હું તેને મારી અર્ધું રાજ્ય આપી દઉં.

સંત બોલ્યા, ‘બરાબર છે …અને બાદશાહ વિચારો ધારો કે તમે બીમાર છો અને બચવાની કોઈ જ આશા નથી દુનિયાભરના કાબેલ હકીમો નિષ્ફળ ગયા છે ..રાજ્હાકેમે કહી દીધું છે કે તમે થોડીજ પળોના મહેમાન છો તે જ સમયે કોઈ એક જણ આવી તમને એક નાની દવાની પડીકી આપે અને તમે સાજ થઇ જાવ તો તમે તેને શું આપશો.’ બાદશાહ બોલ્યા, ‘જાન બચાવનારને તો હું મારું અર્ધું રાજ્ય આપી દઉં.’ સુફીસંતે કહ્યું, ‘બાદશાહ, આંખો ખોલો તમારા જવાબ પરથી જ સમજો કે જો તમારા સામ્રાજ્યની કિંમત પાણીના એક પ્યાલા કે દવાની એક પડીકી  જેટલી જ છે તો પછી આટલું અભિમાન શું કામ??’ બાદશાહની આંખો ખુલી ગઈ.  
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top