National

જીવન રક્ષક અને કેન્સરની દવાઓ હવે સસ્તી થશે, GSTમાંથી મળી મુક્તિ : નાણામંત્રી

લખનૌ: જીએસટી કાઉન્સિલે (GST Councile) કોવિડ-19ની દવા (medicine)ઓ પરના છૂટછાટવાળા વેરા (tax)ના દરો, કેન્સરની દવાઓ પર વેરામાં કાપ લંબાવ્યા હતા જ્યારે મસ્ક્યુલર એટ્રોફી માટેની ખર્ચાળ દવાઓની આયાત પર જીએસટી જતો કર્યો હતો, પણ પેટ્રોલ અને ડીઝલ (petrol and diesel)ને દેશની આ સમાન વેરા વયવસ્થામાંથી બાકાત રાખવાનું ચાલુ રાખ્યું હતું.

નાણા મંત્રીની અધ્યક્ષતા હેઠળની આ કાઉન્સિલની બેઠક (meeting)માં બીજા પણ અનેક નિર્ણયો લેવાયા હતા જેમાં કેટલાક વૈભવી અને હાનિકારક સામાન પરની લેવી કે જીએસટી દર ઉપરાંત લેવામાં આવે છે તે માર્ચ 2026 સુધી ચાલુ રાખવાની બાબતનો સમાવેશ થાય છે. આ સેસમાંથી ઉપજતી રકમનો ઉપયોગ જીએસટીના અમલને પગલે રાજ્યોને જતી ખોટને ભરપાઇ કરવા માટે ઉછીની લેવાયેલી રકમની ચુકવણી માટે કરવામાં આવશે જે રકમ બજારમાંથી 2020-21થી ઉધાર લેવામાં આવી છે. કોવિડ-19 ની સારવાર માટે વપરાતી ફેવિપિરાવિર જેવી દવાઓ પર પ ટકાના ઘટાડેલા દર 31 ડીસેમ્બર સુધી ચાલુ રહેશે એમ નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ બેઠક પછી પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું, જો કે મેડિકલ સાધનો પર વેરામાં છૂટછાટનો 30 સપ્ટેમ્બરે અંત આવી જશે.

કેન્સરની સારવાર માટે વપરાતી કીટ્રુડા નામની દવા પર અગાઉના 12 ટકાના બદલે હવે પ ટકાનો જ વેરો લાગશે. જયારે મસ્કયુલર એટ્રોફીની આયાતી દવાઓ ઝોલાજેન્સમા અને વિલ્ટેપ્સો, કે જેમની કિંમત કરોડોમાં જાય છે તેમને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. બાળકોમાં વપરતી જોલગેન્સ્મા અને વિલેપ્સો જેવી બહુ મોંઘી જીવનરક્ષક દવાઓ પર પણ જીએસટી નહીં લાગે. કેટલીક કાચી ધાતુઓ અને ચોકકસ રિન્યુએબલ એનર્જી સાધનો અને તેમના ભાગો પરનો જીએસટી દર વધારાયો છે જ્યારે કાર્ટૂનો, બોકસીસ, પેકિંગ કન્ટેઇનો વગેરે પણનો દર પણ ૧૨ ટકાને બદલે ૧૮ ટકા કરવામાં આવ્યો છે.

આવતા વર્ષથી રેસ્ટોરાંને બદલે 5% જીએસટી ઝોમાટો, સ્વીગી જીએસટી ઉઘરાવશે

આજે લેવાયેલા એક મહત્વના નિર્ણય મુજબ પહેલી જાન્યુઆરીથી ઓર્ડરથી મંગાવવામાં આવતા ભોજન પર જીએસટી જે-તે રેસ્ટોરાંને બદલે તે ભોજન સામગ્રીનું પાર્સલ પહોંચાડનાર ઝોમાટો અને સ્વીગી જેવી ફૂડ ડિલિવરી સેવાઓવાળા ઉઘરાવશે અને સરકારમાં જમા કરાવશે. કેટલાક રેસ્ટોરાંઓ આવા પાર્સલ ફૂડ માટેનો જીએસટી જમા નહીં કરાવતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. નાણા સચિવે આ બાબતે જણાવ્યું છે કે આમાં નવો વેરો કોઇ નથી, ગ્રાહકો પર વધારાનો કોઇ બોજ પડશે નહીં.

પેટ્રોલ, ડીઝલને જીએસટી હેઠળ લાવવાનો સમય હજી આવ્યો નથી: નાણા મંત્રી, છ રાજ્યોએ વિરોધ કર્યો, બાયો ડિઝલ પર ઘટ્યો

જીએસટી કાઉન્સિલે આજે નિર્ણય લીધો હતો કે પેટ્રોલ અને ડીઝલને જીએસટી વ્યવસ્થાને બદલે હાલની સેન્ટ્રલ એકસાઇઝ અને વેટની વ્યવસ્થામાં જ ચાલુ રાખવામાં આવે. જો જીએસટી હેઠળ આ બંને ઇંધણોને લાવવામાં આવે તો વેરાની આવકની મોટી ઘટ સર્જાય તેમ હતું અને કેટલાક રાજ્યો પણ આનો વિરોધ કરતા હતા. નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેઠક પછી કહ્યું હતું કે કેરળ હાઇકોર્ટનો આદેશ હતો તેથી આ બાબતની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી. હવે કેરળ હાઇકોર્ટને જણાવવામાં આવશે કે બેઠકમાં ચર્ચા થઇ હતી અને કાઉન્સિલને લાગ્યું છે કે આ ઇંધણોને જીએસટી હેઠળ લાવવાનો સમય હજી આવ્યો નથી. કેરળ સહિતના છ રાજ્યોએ આનો વિરોધ કર્યો હતો. બાયો ડિઝલ પાપર ટેક્સ 12%થી ઘટાડી 5% થયો છે.

ટેક્સ્ટાઇલ અને ફૂટવેર પર ઇન્વર્ટેડ ડ્યુટી માળખું સુધારાશે
ટેક્સટાઇલ ઉદ્યોગની ઇન્વર્ટેડ ડ્યુટી માળખું સુધારવાની માગ હતી. એ અને ફૂટવેર પર આ માળખું સુધારવા નક્કી થયું છે. આ માટે બે જીઓએમની રચના કરાશે. અમલ એક જાન્યુઆરી 2022થી થશે.

હવે તમામ પ્રકારની પેન પર 18% જીએસટી, આઈસ્ક્રીમ પાર્લર
તમામ પ્રકારની પેન પર હવે 18 ટકા જીએસટી લાગશે જે અત્યાર સુધી 12 થી 18% હતો જ્યારે કાર્ડ્સ, કેટલોગ્સ, પ્રિન્ટેડ સામગ્રી પર હવે 12 ટકાને બદલે 18 ટકાના દરે વેરો લાગશે. ભાડે વિમાનોની આયાતને આઇજીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. સેવાઓ પર જીએસટી બાબત સ્પષ્ટતા કરાઇ હતી કે આઇસ્ક્રીમ પાર્લર્સ પહેલેથી બનાવાયેલ આઇસ્ક્રીમ વેચે છે એટલે પાર્લર્સ દ્વારા આવા પુરવઠા પર 18% જીએસટી લાગશે.

Most Popular

To Top