Comments

આ તે કેવું જમણેરી શાસન?!

ભારતની સંસદની સમસ્યા ચર્ચાની ગુણવત્તા મહત્ત્વના ખરડાની ચર્ચા માટે સમયનો અભાવ, મોટા ભાગનાં પ્રવચનોમાં ગુણવત્તાનો અભાવ, અંધાધૂંધી અને અરાજકતા, સંસદસભ્યોનું ખરીદવેચાણ, વિરોધ પક્ષો અને લઘુમતી ધરાવતા અભિપ્રાયની સદંતર અવગણના છે. સંસદની નવી ઇમારત આમાંથી કોઇ સમસ્યાનો ઉકેલ નહીં લાવી શકે અને તેવી અપેક્ષા પણ નથી. વંદે ભારતની જેમ આપણે જે સમસ્યા જ નથી તેનો ઉકેલ છે. નવી વિધિઓ પાછળ દિશાવિહીનતા છે અને તે તરફ પ્રસ્થાપિત થઇ રહ્યો છે. કેમ? રૂઢિવાદને પારંપારિક મૂલ્યો પ્રત્યેની પ્રતિબધ્ધતા ગણાવાય છે અને પરિવર્તન કે નાવીન્યવાળા વિચારોનો વિરોધ થાય છે.

પરંપરાગત મૂલ્યો કયાં છે? રૂઢિચુસ્ત, લાંબા સમયથી સ્થાપિત અને રિવાજ જેવાં મૂલ્યો. બ્રિટનનું સંસદભવન 900 વર્ષ જૂનું છે. હેન્રી ત્રીજાના રાજમાં, ઇ.સ. 1263માં, 1298માં અને ફરી વાર 1512માં અને વધુ એક વાર ઇ.સ. 1834માં લાગેલી પ્રચંડ આગમાં સંસદભવનનો મોટો ભાગ બળી ગયો હતો અને દર વખતે જે ભાગ આગમાં નાશ પામ્યો હતો તેને નવેસરથી બાંધવામાં આવ્યો. આ પરંપરાવાદ અને રૂઢિવાદ છે અને તેને કારણે બ્રિટિશ સંસદની આમ સભા અને ઉમરાવ સભાને માન મળે છે.

બ્રિટનની સંસદીય ચર્ચા તમે જોઇ હોય તો શાસક અને વિરોધ પક્ષ બંને આ બાબતમાં પરંપરાવાદને સ્વીકારે છે અને બ્રિટીશ સંસદની ચર્ચા કડક રીતે વિધિસરની હોય છે અને સભ્યોની શિસ્ત પર સખત ભાર મૂકવામાં આવે છે.
ભારતીય સંસદભવનનું ઉદ્‌ઘાટન ઇ.સ. 1927માં થયું હતું, પણ નવી ઇમારતની કેમ જરૂર પડી તે સ્પષ્ટ ન હોવા છતાં કંઇક નવું કરવાની લ્હાયમાં જૂના સંસદભવનને ત્યજી દેવામાં આવે છે. પરંપરાની માન્યતાના ભાગ રૂપે આ ઉદ્‌ઘાટન સમારંભ ધાર્મિક વિધિઓ સાથે થવાનો છે પણ પરંપરાનો વ્યાપક સિધ્ધાંત આગલા ભવન સાથે ત્યજી દેવાયો છે.

વિચારધારાનાં મૂળ સિધ્ધાંતમાં હોવા જોઇએ. રૂઢિવાદ કામગીરી પર પણ દેખાવો જોઇએ. આ સહેલું નથી કારણ કે તાત્કાલિક લાભની સામે પરંપરા અને મૂલ્યોને પ્રાધાન્ય આપવાનું છે. પરંપરા શાસકના કાંડા ઝાલી રાખે છે. તે કહે છે! ધીમા ચાલો, જે કાર્ય કરે છે તેને ખલેલ નહીં પહોંચાડો અને તમને વારસામાં જે કંઇ મળ્યું છે તેને આદર આપો અને તે કેમ સફળ થયું છે તે સમજવાની કોશિશ કરો.

પરંપરાવાદ એ પણ સમજે છે કે તેને સીમા છે અને આ સીમામાં રહીને પરંપરાવાદ આદર આપે છે. પરંપરા રિવાજ અનુસરનાર સંસ્થા તે માટે પણ નાવીન્ય અને શોધના ઠેકાણે વણલખ્યા નિયમો હોય છે અને જયારે સંસ્થાઓ વચ્ચે તનાવ હોય ત્યારે તે ડોકાય છે અને પરંપરાવાદી અને રૂઢિવાદી મર્યાદાનું પાલન કરે છે. ઉગ્રવાદી વિચાર ધરાવનાર વ્યકિત આ જાણે છે અને પરંપરા કે રૂઢિવાદની દરકાર કરતા નથી. તેનું ધ્યેય ભૂતકાળને ઉખેડીને ફેંકી દેવાનું છે. સંપૂર્ણ રાજકીય અને સામાજિક સુધારો તે માંગે છે અને તેને અંતિમવાદી સામાજિક અને રાજકીય પરિવર્તન કહેવાય છે.

ભારતીય ચલણ સાથેની વર્તમાન અચોક્કસતા રૂઢિ કે પરંપરાનું કૃત્ય નથી. 2016ની જેમ તે આવેશમય પગલું છે.બ્રિટન કે અમેરિકા જેવી પરંપરાવાદી સરકારમાં આ પ્રકારના પ્રયોગ જોવા નહીં મળે. આ દેશોમાં ઊંચા મૂલ્યની નોટ ધરાવનાર લોકોને વિશ્વાસ છે કે તેમના પૈસા આજે સ્વીકારાશે, કાલે પણ સ્વીકારાશે અને ભવિષ્યમાં પણ સ્વીકારાશે. આ નોટ તમામ જાહેર અને ખાનગી દેવા માટે કાયદેસરનું ચલણ છે એમ ડોલર કહે છે. દુકાનદારો અમેરિકામાં ડોલર સ્વીકારવાનો કે બ્રિટનમાં પાઉન્ડ સ્વીકારવાનો ઇન્કાર નથી કરતા.

પરંપરાવાદ બંધારણ અને તેનાં મૂલ્યો સુધી વિસ્તરવો જોઇએ. તે બહુમતવાદને ટેકો આપતું હોય તો પરંપરાવાદીએ તેને સ્વીકારવું જોઇએ. તેમાં મૂળભૂત અધિકાર હોય તો તેનો પડઘો પડવો જોઇએ. રાજય તરફથી જેમને રક્ષણ મળતું હોય તો આ એવું મૂલ્ય છે જેનો પડઘો પડવો જોઇએ. બંધારણીય લોકશાહીમાં વિરોધ પક્ષ કાયદેસરનો અને ધારાકીય હિસ્સો છે. તેને દુશ્મન ગણી દબાવી દેવામાં પરંપરા નથી. કારણ કે તે લોકતાંત્રિક નથી. પરંપરાવાદી પરિવર્તન લાવનાર કાયદાને ફૂંકી ફૂંકીને આપે છે. ખાસ કરીને જે પરિવર્તન સ્પષ્ટ નથી તે બાબતમાં ખૂબ સાવધ રહે છે. કાયદામાં સુરક્ષા હોય તો ય તેને ધીમેથી જોવી જોઇએ.

લોકપ્રિયતા હાંસલ કરવા કે રાષ્ટ્રવાદના કારણસર પણ બંધારણનો ઉલાળિયો કરવો તે આવેશમય પગલું છે. વહીવટી પગલું ભરાયાનાં ત્રણ વર્ષમાં કાશ્મીરની હાલત શું થઇ? અચોક્કસતા સર્જાઇ હોય તો તેનું કારણ એ છે કે આ પગલું રૂઢિવાદી કે પરંપરાવાદી ન હતું. ભારત પર જમણેરી વિચારધારા ધરાવતો પક્ષ શાસન કરે છે એમ કહેવાય ત્યારે તે પરંપરાવાદી અને રૂઢિવાદી હોવો જોઇએ. સમય પ્રમાણે કાયદાનું અર્થઘટન કરીને અને શાશ્વત સિધ્ધાંતો પર અર્થઘટન નહીં કરવા માંગતી ઉદારમતવાદી વિચારધારાથી તે વિપરીત છે. પણ આ પરંપરાવાદ વાણી કે વર્તનમાં દેખાતો નથી. તે ખોટી બાબતોની પાછળ દોડે છે અને પાછળ દોડવા માટે હમેશાં કંઇ ને કંઇ નવું મળતું જ રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top