Charchapatra

NOTA શું છે?

NOTA મતદારોને “નાપસંદ કરવાનો અધિકાર છે.”જેવી રીતે ચૂંટણીમાં ઉમેદવાર પસંદ કરવાનો અધિકાર છે તેવી જ રીતે નાપસંદ કરવાનો પણ અધિકાર છે, જેથી ચૂંટણીપ્રક્રિયા વધુ સારી બને એવા ઉદ્દેશ સાથે થઈ શકે! અલબત્ત, સુપ્રિમ કોર્ટ દ્વારા 2013માં ભારતના ચૂંટણી પંચને NoTA વિકલ્પ પૂરો પાડવા દિશાનિર્દેશ કરેલ. NOTAને ગુજરાતીમાં નકારાત્મક મત કહી શકાય છે. 2013 માં સુપ્રિમ કોર્ટના ઓર્ડરથી સમગ્ર દેશની ચૂંટણીમાં નોટા વિકલ્પ આપવામાં આવે છે. અત્રે ચાહકો અને વાચકોને આશ્ચર્યની સાથે થોડોક આઘાત પણ લાગશે કે, ભારતમાં પ્રથમ વાર NOTAનો ઉપયોગ ‘ ગુજરાતમિત્ર ‘ દૈનિકના પીઢ પત્રકાર ચંદ્રકાન્તભાઈ પુરોહિતની પ્રાથમિક,વેધક,તીક્ષ્ણ અને ધારદાર રજૂઆતને પગલે થયેલ અને તેની પુષ્ટિ આ વિભાગમાં કાયમ જ લખતા સદર પત્રલેખકે આપેલ જે અહીં ઉલ્લેખનીય અને નોંધપાત્ર હકીકત છે ! ખેર, ત્યાર બાદ વર્ષ 2013માં યોજાયેલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં દેશમાં સૌ પ્રથમ વાર NOTA નો ઉપયોગ કરવામાં આવેલ, જેમાં પાંચેય રાજ્યોના મળીને 15 લાખ જેટલા મતદારોએ NOTAમાં મતદાન કર્યું હતું. આ મતદાન કુલ મતદાનના 1.5 જેટલું ગણી શકાય. માટે હવે મતદારો જાગો આપનો કિંમતી અને પવિત્ર મત ખોટા ઉમેદવાર / નકામા પક્ષને બદલે નોટા આપી વિજયી બનાવો.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ગુન્હાખોરી ચરમસીમાએ પહોંચી છે
દેશમાન વધતી બેરોજગારી, ગરીબી અને ભ્રષ્ટાચાર એ ગુન્હાખોરીની જનેતા છે જે દેશ માટે ઉધઇ સમાન છે. દિન પ્રતિદિન દેશના તમામ રાજયોમાં જુદા જુદા સ્વરૂપોમાં ગુન્હાખોરીની અસંખ્ય ઘટનાઓ બની રહી છે. આ અંગે સરકારકોઇ પણ અસરકારક પગલા લેવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. તો હવે સરકાર વધતી જતી ગુન્હાખોરીને વેક અપ કોલ સમજી જાગે અને દેશ અને દેશની જનતાના હિતમાં આ અંગે અસરકારક જરૂરી કાર્યવાહી કરે.
સુરત              – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top