Charchapatra

પૂર્વજન્મ-પુર્નજન્મ એક જૂઠાણું

મનુષ્યના પૂર્વજન્મ અને પૂનર્જન્મનો શાસ્ત્રાધારિત સિધ્ધાંત સાચો નથી. એ હકીકત એક પ્રત્યક્ષ અને વાસ્તવિક દૃષ્ટાંત દ્વારા આપણી જાગ્રતા વસ્થામાં. બીન કેફી સ્વસ્થ હાલતમાં, કોઈના દબાણ અને શેહ-શરમ વિના, હજારોની સંખ્યામાં એક સાથે, આપણી સ્વતંત્ર રીતે અને વિવેક બુધ્ધિથી સમજવાનો અહીં પ્રયત્ન કરીશું. પ્રથમ આપણે આપણી જાતને જ પ્રશ્ન પૂછીએ કે આપણો જન્મ થયો તે પહેલાં આપણે ક્યાં હતાં ? જેનો જવાબ એ છે કે આપણો જન્મ થયો તે પહેલાં આપણે આપણા માતાના ઉદરમાં  યાને ગર્ભમાં હતાં.

હવે બીજો પ્રશ્ન પૂછો કે આપણી માતાના ગર્ભમાં આપણે ક્યાંથી આવ્યાં ? જેનો જવાબ એ છે કે માતાના ગર્ભમાં આપણો અર્ધો ભાગ આપણા પિતાના શરીરમાંના સુક્ષ્મ શુક્રાણુંરૂપે અને બીજો અર્ધો ભાગ માતાના શરીરના સુક્ષ્મ કણ રૂપે આવીને એ બંને કણોનું માતાના ગર્ભમાં મિલન થતાં આપણા દેહનું ત્યાં પ્રથમ પ્રાગટય થયું. એનો અર્થ એમ થાય કે એ પહેલાં આપણું આ જગતમાં કોઈ સ્થળે અસ્તિત્વ હતું જ નહીં. અર્થાત તે પહેલા આપણો કોઈ પૂર્વજન્મ હતો જ નહીં. કારણકે એ આપણો પ્રથમ જન્મ હતો. આ બાબત દર્શાવે છે કે શાસ્ત્રોમાં જે આપણા પૂર્વજન્મની વાતો કરવામાં આવી છે, તે કાલ્પનિક, જૂઠી અને કદાચ છેતરપીંડીયુક્ત છે.

ધર્મશાસ્ત્રો એવું પણ કહે છે કે વૃધ્ધ જીર્ણ શરીરમાંથી આત્મા બહાર નીકળી જઈને બીજો નાનો નૂતન દેહ ધારણ કરે છે. પરંતુ તેની સામે વેધક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એવો આત્મા વગરનો મૃત દેહ ક્યા સ્થળે હોય છે ? કોઈપણ માતાના ગર્ભમાં જે દેહનું પ્રાગટ્ય થાય છે, તે દેહ તો પ્રથમથી જ જીવંત-ચેતનાયુક્ત જ હોય છે. કારણકે પિતાના શુક્રકણમાં અને માતાના રજકણમાં પ્રથમથી જ ચેતના યાને આત્મા હોય જ છે, તેથી જ તે બન્ને કણોનું મિલન અને આપણું પ્રાગટય અને વિકાસ શક્ય બને છે. અર્થાત કોઈપણ માતાના ગર્ભમાં પ્રગટેલ દેહને બહારના કોઈના અને કોઈ ભટકતા આત્માની આવશ્યકતા હોતી જ નથી. આમ આત્મા એક દેહ તજીને બીજા દેહમાં દાખલ થાય છે તે વાત જ નિરાધાર, કાલ્પનિક છે. અર્થાત માણસનો કોઈ પુનર્જન્મ પણ નથી. વાસ્તવમાં દેહથી ભિન્ન એવા કોઈ આત્માનું અસ્તિત્વ જ નથી.
કડોદ     – એન.વી.ચાવડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

નિવૃત્તોની વૃત્તિ: વિમો જીવનનો કે મરણનો??
કર્મયોગીની જમાતમાંથી હાલના સ્ટેટસ મુજબ નિવૃત્તોની જમાતમાં બેસીને આ વિભાગની ચિંતન શિબિરમાં પણ સામેલ થતો રહ્યો. છતાં કોઇ પણ સંઘમાં જોડાયો ન હોવાના લઇને કડવા લાગતા સત્યને ઉજાગર કરવાની શકિત ટકી રહી છે. હરકોઇ નિવૃત્તોના મનના મરોડમાં જડાયેલ ભાવનામાં બેન્ક, એલઆઇસી, રેલ્વે, બી.એસ.એન.એલ.ના નિવૃત્તોની અશાંતિમા પણ ધૂમકેતુની વાત જોવા મળે છે. તમે બીજાની દ્રષ્ટિએ કેમ વિચારતા નથી ભાઇ સાબ?
ધરમપુર           – ધીરૂ મેરાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top