Columns

શું ખૂટે છે

એક યુવાન કોલેજમાંથી પાસ થયો અને જીવનની નવી શરૂઆત કરવાના ઉંબરે આવીને ઊભો.પિતાએ કહ્યું, ‘ભાઈ આજથી તારો જીવનસંઘર્ષ શરૂ થાય છે.તું જેવી શરૂઆત કરીશ આગળ એવું જીવન જીવીશ માટે દરેક પગલું સંભાળીને ભરજે.’યુવાન મહત્ત્વાકાંક્ષી હતો.તેને જીવનમાં સફળ થવું હતું …બધું જ મેળવવું હતું ..પણ કોઈ જાતનો ખોટો નિર્ણય લઇ આંધળુકિયું પગલું તેને લેવું ન હતું..તે પોતાના જીવનની વ્યવસ્થિત શરૂઆત કરવા માંગતો હતો એટલે તેણે આયોજન કરવાનું નક્કી કર્યું.

યુવાન કાગળ પેન લઇ લખવા બેઠો કે જીવનમાં મારે શું શું મેળવવું છે અને તે બધું જ મેળવવા માટે કેટલી અને કઈ દિશામાં મહેનત કરવાની છે, તેણે એક લાંબી વિગતવાર યાદી તૈયાર કરી.એ યાદી ઘણી લાંબી હતી.સુખી જીવન માટેનાં તમામ સાધનો તેમાં લખ્યાં હતાં અને તે માટે જરૂરી હતું પર્યાપ્ત માત્રામાં ધન…ખૂબ પૈસો…આલિશાન ઘર …સુંદર પત્ની ..બાળકો …બચત ….સમાજમાં પ્રતિષ્ઠા …માન –મરતબો …સમાજ સેવા ..સદાચારભર્યું જીવન …શોખ …આવું બધું વિચારી …વિચારીને તેણે ઘણું લખ્યું…એક સુવ્યવસ્થિત સફળ જીવન માટે જરૂરી લગભગ દરેક ચીજ વિષે તેણે વિચારી લીધું અને યાદીમાં ઉમેરી લીધું.હવે તે આ શું શું જોઈએ ની યાદીના એક એક મુદ્દાને મેળવવા શું કરવું તે વિષે વિચારી તેની યાદી લખવા બેઠો.લગભગ આખી રાત તે વિચારીને લખતો રહ્યો અને હાથમાં પેન પકડી મેજ પર જ માથું ઢાળી સૂઈ ગયો.

સવારે બહુ મોડી આંખ ખૂલી.આંખ ખૂલતાં જ યુવાન પોતે બનાવેલી યાદી વાંચી ગયો.કંઈ ખૂટતું નથી ને તે શોધવા ફરી ફરી વાંચી ગયો.આમ તો કંઈ ખૂટતું ન હતું છતાં તેનું મન કહેતું હતું કે હજી કૈંક ખૂટે છે.તે પોતાના દાદા પાસે ગયો અને પોતે જીવનનું સુવ્યવસ્થિત આયોજન કરવા માંગે છે અને તેને માટે જરૂરી મુદ્દાની યાદી બનાવી છે એમ બધી વાત કરી યાદી દેખાડી અને પછી પૂછ્યું, ‘દાદાજી, તમે જીવનમાં સફળ રહ્યા છો, તમારા અનુભવ મુજબ આ યાદી જોઈ લો અને મને લાગે છે કે હજી કૈંક ખૂટે છે પણ શું? તે સમજાતું નથી. તમે જોઈ લો અને કહો કે શું ખૂટે છે?’

દાદાજી યાદી વાંચી ગયા…હસ્યા..અને પછી કહ્યું, ‘બધું બરાબર લખ્યું છે પણ સૌથી પહેલાં એ યાદ રાખજે, માત્ર લખવાથી કંઈ ન થાય. રાતદિન મંડી પડવું પડે ..સતત મહેનત કરવી પડે.. આજથી જ શરૂઆત કર ..સમય ન બગાડ …અને બે વસ્તુ ખૂટે છે તે કહું ……’ આમ કહી હાથમાં લાલ પેન લઇ આખી યાદી ઉપર દાદાજીએ લખ્યું સતત મહેનત અને મન અને મગજની શાંતિ……દાદાજીએ યાદી પૂરી કરી આપી.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top