Charchapatra

યુ.પી. સરકારનો વસતી નિયંત્રણનો સૂચિત પ્રસ્તાવ આવકારદાયક અને અનુકરણીય

દેશની વસ્તી દિનપ્રતિદિન વધી રહી હોવાના પરિણામે પાણી – ખોરાક અને રહેઠાણની સમસ્યા વધુ વિકટ બનતી જાય છે. પણ વસ્તીવધારા પર નિયંત્રણ માટેના નકકર ઉપાયો પ્રયોજવામાં આવતા નથી. આવા સમયે ઉત્તરપ્રદેશે જનસંખ્યા નિયંત્રણ માટે કાનૂની માર્ગ અપનાવ્યો છે. બે થી વધુ બાળકો હોવા પર સરકારી નોકરીઓમાં અરજીથી માંડીને સ્થાનિક ચૂંટણીઓ લડવા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે. ઉપરાંત સરકારી યોજનાઓનો લાભ પણ અટકાવી દેવાનો ઉલ્લેખ છે.

સૂચિત પ્રસ્તાવ મુજબ બે થી વધુ બાળકો હોવા પર જે રીતે સુવિધાઓ, લાભો આંચકી લેવાશે તે રીતે બે થી ઓછાં બાળકો હોવા પર અથવા સ્વૈચ્છિક નસબંધી કરાવનારાને સરકારી લાભાલાભ અને સુવિધાઓમાં અગ્રતા આપવામાં આવશે. સરકારી નોકરીમાં અગ્રતા, પ્રમોશન સાથે વીજળી, પાણી ટેકસ વિગેરેમાં પણ છૂટની જોગવાઇ કરાશે. જનસંખ્યા નિયંત્રણ કાયદો અમલી બન્યા બાદ તેનો  ભંગ કરનારની નોકરી જશે. સાથે દરેક સરકર કર્મચારીઓ, અધિકારીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ શપથ પત્ર આપવું પડશે.  યુ.પી. સરકારનો વસ્તીનિયંત્રણ માટેનો સૂચિત પ્રસ્તાવ (કાયદો) સ્તુત્ય અને આવકારદાયક તો છે જ. સાથે સાથે અન્ય રાજયો માટે અનુકરણીય પણ છે જ. પાલનપુર-  -મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top