Vadodara

નવા ઇન્ચાર્જ ડીજીપી બન્યા બાદ વિકાસ સહાય સૌ પ્રથમવાર વડોદરાની મુલાકાતે આવ્યાં

વડોદરા : ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે ફરજ બજાવતા આશિષ ભાટીયા ગત તા. 31 જાન્યુઆરીએ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા. તેઓના રીટાયર્ટમેન્ટ બાદ ગુજરાતના પોલીસ વડા કોને બનાવવા તેને લઇને ઘણો સમયથી વિચારણા ચાલતી હતી. આખરે ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP તરીકે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સહાયના નામની નિમણૂક કરાઇ હતી. રાજ્યના ઇન્ચાર્જ DGP નો ચાર્જ સંભાળ્યા બાદ તેઓએ પ્રથમ વખત વિકાસ સહાય વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિવિધ મુદ્દાઓને લઇ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

ગુજરાત રાજ્યના નવા ઇન્ચાર્જ DGP તરીકે 1989ની બેચના આઇપીએસ વિકાસ સહાયની નિમણૂક કરાયા બાદ તેઓ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લેવામાં આવી રહી છે. સોમવારે તેઓએ વડોદરા શહેર સહિત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી નવા ઇન્ચાર્જ DGP વિકાસ સહાય દ્વારા શહેર તેમજ રેન્જના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. દરમિયાન નવા ઇન્ચાર્જ DGP વિકાસ સહાયે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના DGP તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી અલગ અલગ જગ્યા પર કામ કરતા પોલીસ અધિકારી સાથેની મળવા માટે સોમાવેર હું વડોદરા શહેરની મુલાકાત માટે આવ્યો છું અને આજે વડોદરા શહેરના તમામ અધિકારીઓ, વડોદરા રેન્જના અધિકારીઓ તથા વડોદરા રેન્જમાં આવેલા એસ.આર.પી ગૃપના સેનાપતિઓ તથા વીટીએસ વડોદરા તાલીમ સંસ્થાના અધિકારીઓ સાથે મળ્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું કે શહેર અને રેન્જના ખુબ જ ટુંકમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ ક્રાઇમની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી છે. અને ખાસ કરીને તમામ અધિકારીઓ સાથે મારી ઓળખાણ થઇ જાય અને પોલીસને લગતી મહત્વની બાબતો અંગે ચર્ચા કરવામાં આવી છે.

સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ એસએમ સગરે માંડવી ચોકી પાસે પોલીસ દ્વારા બેરીકેટ રૂપી કરેલા દબાણ બાબતે જણાવ્યું હતું કે, શહેરીજનો માતાજીની મંિદરે દર્શન કરવા માટે આવતા હોય ત્યારે પોલીસ ચોકી પાસે જગ્યા જોઇને વાહન ત્યાંજ પાર્ક કરી દેતા હોય છે. જેના પરિણામ ટ્રાફિકજામ થતા પાણીગેટ તરફ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. શહેરીજનોને સુવિધા માટે જ બેરીકેટ મુકી રાખવામાં આવ્યા છે જેથી કોઇ વાહન પાર્ક ન કરે અને ટ્રાફિકજામ થાય નહીં.

  • વિકાસ સહાયે અસંખ્ય મહત્વના હોદ્દા પર સંભાળી ચૂક્યા છે
  • વિકાસ સહાય 1989 બેન્ચના છે IPS
  • વર્ષ 1999માં આણંદ SP રહૂ ચૂક્યાં હતા.
  • 2001 થી 2005 સુધી અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં DCP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
  • સુરત શહેરમાં એડિશનલ CP તરીકે ફરજ બજાવી હતી.
  • વર્ષ 2009 અને 2010માં CIDમાં આઈજી તરીકે ફરજ બજાવી હતી.
  • સરકારના રક્ષા શક્તિ યુનિવર્સિટીના પ્રોજેકટમાં કામ કર્યું છે.

Most Popular

To Top