Vadodara

વડોદરા પાલિકાના વર્ષ 2023-24નું બજેટ મ્યુ.કમિશ્નરને સુપ્રત કરાયું

વડોદરા: વડોદરા મહાનગર પાલિકાનું વર્ષ 2023-24નું 4761 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના વિવિધવિકાસ કામો કરવા માટે એન્વાઇરમેન્ટ સહિત વધારાના 79 કરોડનો કરદરનું સૂચન કરવામાં આવ્યું છે. કોર્પોરેશન વિવિધ વિકાસના કામો પાછળ રૂપિયા 950 કરોડનો ખર્ચ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે
જેમાં સુધારા વધારા બાદ આજે મ્યુ. કમિશનરને બજેટ સુપ્રત કરવામાં આવ્યુ હતુ.જેમાં શહેરીજનોને આ બજેટમાં શું મળશે તેવી વાતચીત કરતા સ્થાયી સમિટીના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે આ બજેટમાં કેટલીક બાબતમાં સુધારા અને કેટલીક બાબતમાં વધારા પણ કર્યા છે.

શહેરમાં આવેલ જેટલી પણ જીઆઇડીસી છે તેમાં સ્ટ્રીટ લાઇટની માંગણી હતી તેને પૂરી કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા શહેરીજનોને કરવામાં આવેલ સૂચનો નીચે મુજબ છે. 100 ટન સુધીનો ડામરનો જથ્થો વપરાય તેવા તમામ રોડ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવા સૂચન છે. જન્મ,મરણ તથા લગ્ન નોંધણીની તથા યુસીડીની ઓફિસ નવી બનાવવી તેમજ જુની બંધ પડેલ મિલ્કતોને વાણીજ્ય હેતુ તથા અન્ય ઉપયોગના હેતુ માટે ડેવલપ કરવાનું સુચન છે. 50 નવીન આંગણવાડીઓ બનાવવી અને સીએસઆર ફંડનો ઉપયોગ પણ કરવા સૂચન છે.

સીએચસી સેન્ટરો 24 કલાક ચાલે અને એન્ટી-રેબીસ રસી 24 કલાક આ સેન્ટર પર મળી રહે તે માટેનુ આયોજન કરવા સૂચન છે. ઇ-વેસ્ટનો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય અને લોકો પણ ઇ-વેસ્ટનો નિકાલ પદ્ધિતસર નિકાલ કરી શકે તે માટે કોર્પોરેશનના તમામ વિભાગમાંથી ઇ-વેસ્ટ એકત્રિત કરી તેનો નિકાલ કરવાનું આયોજન કરવા સૂચન છે. ફાયર એનઓસીને ઓનલાઇન કરવા સૂચન છે.

કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી દુકાનો,ઇમલાઓ, કેબીનો,નો-સર્વે કરી મહિનામાં રેકોર્ડ તૈયાર કરવા સૂચન છે. નુર્મ, બી.એસયુપી, વિવિધ આવાસ યોજનાઓ જેવી વિવિધ આવાસો યોજનામાં 80-20 સ્કીમ અંતર્ગત પાણી, ડ્રેનેજ, રોડ બનાવવા સંદર્ભે પોલીસી નક્કી કરવા સૂચન છે. બેબી ફીડીંગ એરીયા બાગોમાં વિકસાવવા સૂચન છે. શહેરમાં હેરીટેજ સેલને સુદ્દઢ કરીને તમામ હેરીટેજ મિલ્કતના સાઇનપેસ હેરીટેજ પ્રમાણે થાય તે સૂચન છે. શહેરમાં આવેલ તમામ ચાર રસ્તા તથા અન્ય જંક્શનોને ઉપલબ્ધ નામવાળા સાઇનેજીઝ લગાડવા સૂચન છે.

બજેટમાં ફાયરના કર્મચારીઓ માટે હેડક્વાટર્સની બાદબાકી
ફાયર સર્વિસીસનું અપગ્રેડેશન થાય તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા તાજેતરના બજેટમાં કેટલાક કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ફાયર કર્મચારીઓ માટે રહેવાની જગ્યા એટલે કે હેડ કવોટર્સ 121 માંથી માંડ ૨૪ રહ્યા છે. 130 હેડ કવોટર્સની જરૂરિયાત હોય તે દિશામાં બજેટમાંથી બાદબાકી કરતા ફાયરના કર્મચારીઓમાં ભારે નિરાશા જોવા મળી હતી.

Most Popular

To Top