Dakshin Gujarat

વિજલપોરની પ્રાથમિક શાળામાં ઢોર લટાર મારવા આવ્યા: વિધાર્થીઓમાં ભયનો માહોલ

નવસારી : વિજલપોર (Vijalpore) પ્રાથમિક શાળામાં (Primary School) ઢોરો ઘુસી (Animal) જતા વિદ્યાર્થીઓના જીવ ટાળવે ચોટ્યા હતા. જોકે કેટલાક મોટા વિદ્યાર્થીઓએ તેમને શાળાની બહાર કાઢ્યા હતા.નવસારીમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. રસ્તામાં રખડતા ઢોરો આતંક મચાવી રહ્યા છે. રખડતા ઢોરોને કારણે અકસ્માતો પણ થઇ રહ્યા છે. જ્યારે ઢોરો લડાવાને કારણે અન્ય લોકોને ઈજા થઈ રહી હોવાના બનાવો બન્યા છે.આજે વિજલપોર ફાટક પાસે આવેલી વિજલપોર પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ઢોરો ઘુસી ગયા હતા. તે સમયે શાળામાં વિદ્યાર્થીઓનો રિશેષનો સમય હોવાથી વિદ્યાર્થીઓના જીવ ટાળવે ચોટ્યા હતા. ઢોરો કમ્પાઉન્ડમાં ઘુસી ગયા છતાં શાળાના શિક્ષકો કે આચાર્યએ ઢોરોને બહાર કાઢ્યા ન હતા. જોકે કેટલાક મોટા વિદ્યાર્થીઓએ ઢોરોને શાળાના ગેટની બહાર ધકેલી દીધા હતા.

છાત્રાલયમાં દીકરીઓને સેનેટરી નેપકીન્સનું વિતરણ
વલસાડ : જાયંટ્સ ગૃપ ઓફ વલસાડ દ્વારા ગાયનેકોલોજિસ્ટનું વક્તવ્યનું વિદ્યાલક્ષ્મી કન્યા છાત્રાલય, કાંજણ રણછોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થામાં ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારની ઘરપરિવારથી દૂર રહી અભ્યાસ કરતી લગભગ ૬૦ જેટલી દીકરીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. વક્તવ્યમાં ડૉ. યોગિની રોલેકરે માસિક ધર્મ અંતર્ગત ઊભી થતી સમસ્યાઓ તથા ‘ગુડ ટચ તેમજ બેડ ટચ’ અંગેની વિગતવાર ચર્ચા કરી હતી. તેમને હાઇજેનિક બાબતોનો સાચો ખ્યાલ આપવામાં આવ્યો હતો. વક્તવ્યના અંતે પ્રશ્નોત્તરી દ્વારા દીકરીઓને નાનીમોટી સમસ્યાઓ, માન્યતાઓનું નિરાકરણ, મેડિકલ સાયન્સની સાચી સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં દીકરીઓને સેનેટરી નેપકીન્સ તથા જાગૃતિ અંગેના પુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું. વલસાડ જા.તસનીમ કાપડીઆ દ્વારા ૯૦ કિલો જેટલાં ઘઉં આપવામાં આવ્યાં હતા. છાત્રાલય સંસ્થાના સંચાલક અજીત પટેલ તથા જાયંટ્સ ગૃપના પ્રમુખ ડો. આશા ગોહિલ દ્વારા આયોજિત વક્તવ્યમાં જા.હાર્દિક પટેલ, જા.જગદીશ આહીર, જા. અર્ચના ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતાં

દેગામ ટાંકલ માર્ગ ઉપર સ્કૂલ પાસેથી અજગર પકડાયો
ઘેજ : પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારની રાત્રીના સમયે દેગામ ટાંકલ માર્ગ ઉપર દેગામ ગુજરાતી સ્કૂલ પાસે રાત્રીના ૧૧:૩૦ વાગ્યાના અરસામા એક અજગર નજરે પડ્યો હતો. જે અંગેની જાણ નવસારી વાઈલ્ડ લાઈફ વેલ્ફેરના સભ્ય દેગામના કમલ પટેલને કરતા જેઓ સ્થળ ઉપર આવી અજગરનું રેસ્ક્યુ કરી ચીખલી વન વિભાગને સોંપવામાં આવ્યો છે. પકડાયેલો અજગર આઠ ફૂટ લાંબો અને ૩૯ કિલો વજન ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top