Dakshin Gujarat

કાવેરી નદીમાં ડૂબી જતાં વાંસદાના લાખાવાડીના યુવાનનું મોત

વાંસદા : વાંસદા (Vasda) તાલુકાના લાખાવાડી (Lakha Wadi) ગામે ઉતારા ફળિયા ખાતે રહેતો તરુણકુમાર ગુલાબભાઈ પટેલ ઘરેથી રાત્રીના આશરે ૩:૩૦ કલાકે કોઈને કંઇ પણ કહ્યા વગર ક્યાંક ચાલી ગયો હતો. જેને પગલે પરિવારે તપાસ કરતા તેની બાઇક ઘર આંગણામાં જોવા મળી ન હતી. અને તરુણનો ફોન પર સંપર્ક કરતા તેનો ફોન પણ બંધ આવતો હતો. ત્યારબાદ તરુણના પરિવારજનો અને ગ્રામજનો દ્વારા તપાસ કરતા સિંગાડ ગામના, મંદિર ફળીયામા સિંગાડથી પાલગભાણ જતા રસ્તામાં કાવેરી નદીના કોઝવે પાસે તરુણની મો.સા. મળી આવતા કાવેરી નદીની (Kaveri River) આસપાસ તપાસ કરતા પાણીમાંથી લાશ (Death Body) મળી આવી હતી. આ અંગે નદીમાં પડી જઈ તેનુ મોત નિપજ્યું હોવાની ફરિયાદ મરનારના પિતા ગુલાબ રુમસીભાઈ પટેલે વાંસદા પોલીસ (Police) મથકે આપી હતી.

વાપી મોરાઈ ફાટક હાઈવે પર ટ્રક અડફેટે મોપેડ સવારનું મોત
વાપી : વાપી નેહાનં.48 પર મોરાઈ ફાટક નજીક સુરત જતા ટ્રેક પર એક ટ્રક ચાલકે પૂરઝડપે હંકારી મોપેડને અડફેટ્ લેતાં મોપેડ ઉપર બેઠેલા એક ઈસમનું ગંભીર ઈજાને લઈ સ્થળ પર મોત થયું હતું.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપીના મોરાઈ ફાટક નજીક હાઈવે પર સુરત તરફ જતાં ટ્રેક પર શનિવારે સાંજે નોકરી પરથી છુટી રાહુલ અને અમરત દુર્લભભાઈ સુરતી મોપેડ પર સવાર થઈ પરત ઉદવાડા જઈ રહ્યા હતા. ત્યારે ટ્રકના ચાલક મહોમદ શબ્બીર હાશમી એ મોપેડને પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડની પાછળ બેઠેલા અમરત દુર્લભ સુરતી નીચે પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઈ તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. જે અંગે વાપી ટાઉન પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ટ્રકની ટક્કરે બાઇક સવાર યુવાનનું મોત
અંકલેશ્વર: અંકલેશ્વર હાઇવે ઉપર ખરોડ ગામ પાસે આવેલી એક્ષલ હોટલ નજીક ટ્રક ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર મારતાં તેનું મોત નીપજ્યું હતું. મૂળ અમરેલી અને હાલ અંકલેશ્વરની વાલિયા ચોકડી સ્થિત રવિકિરણ કોમ્પ્લેક્ષમાં રહેતા હાર્દિક અરવિંદ ઠુમ્મરનો પિતરાઈભાઈ પંજક વજુ ઠુમ્મર મહારાષ્ટ્રથી બાઈક નંબર-જી.જે.૦૫.એમ.એસ.૧૮૧૭ લઇ પોતાના વતન ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન સુરતથી અંકલેશ્વર જવાના હાઇવે ઉપર ખરોડ ગામ પાસે આવેલી એક્ષલ હોટલ નજીક ટ્રક નંબર-એચ.આર.૩૮.એક્ષ.૨૫૮૫ના ચાલકે બાઈકને ટક્કર મારતાં પંજક ઠુમ્મરને ગંભીર ઈજા પહોંચી હતી. તેને ૧૦૮ સેવાની મદદ વડે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top