Dakshin Gujarat

છાતીમાં દુખાવો ઉપડતા મિત્ર સાથે હોસ્પિટલ જાય એ પહેલાં જ યુવાન સ્કૂટર પરથી ઢળી પડ્યો

વલસાડ: (Valsad) સમગ્ર ગુજરાતમાં (Gujarat) યુવા વયે હ્રદય રોગના હુમલા (Heart Attack) ચિંતાજનક બની રહ્યા છે. જેમાં વલસાડ પણ હવે બાકાત નથી. ચાલુ વર્ષ 2024માં વલસાડમાં 5 જેટલા યુવાનો હ્રદય રોગના હુમલાના કારણે મોતને ભેંટ્યા છે. જેમાં ગતરોજ પણ વલસાડ શહેરના એક આશાસ્પદ યુવાનનું 40 વર્ષની વયે હ્રદય રોગના હુમલાથી મોત નિપજ્યું છે.

  • છાતીમાં દુખાવો ઉપડતા મિત્ર સાથે હોસ્પિટલ જાય એ પહેલાં જ યુવાન સ્કૂટર પરથી ઢળી પડ્યો
  • વલસાડમાં મોબાઇલ એસેસરીઝના વ્યવસાય સાથે જોડાયેલા યુવાનના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું
  • જંકફૂડ ખાવાની આદતવાળી લાઇફ સ્ટાઇલ અને તણાવ યુવાનો માટે લાલબત્તી સમાન

વલસાડ રામવાડીમાં પરિશ્રમ એપાર્ટમેન્ટમાં રહેતા મયુર વસંતભાઇ મારફતિયાને રવિવારે સમી સાંજે હ્રદયમાં દુખાવો ઉપડ્યો હતો. જેના કારણે તેણે હોસ્પિટલ જવા મિત્રને ફોન કર્યો હતો. તેનો મિત્ર આવ્યો અને તેને હોસ્પિટલ લઇ જાય એ પહેલાં જ તે સ્કૂટર પર ઢળી પડ્યો અને તેનું મૃત્યુ નિપજ્યું હતુ. મયુર મોબાઇલ એસેસરીઝના વ્યવસાય સાથે જોડાયેલો હતો. તેના અચાનક અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. યુવાનો માટે આવા કિસ્સા લાલબત્તી સમાન બન્યા છે. આધુનિક જંકફૂડ ખાવાની આદતવાળી લાઇફ સ્ટાઇલ અને વ્યવસાય સાથે જોડાયેલો તણાવ હ્રદય રોગના હુમલાને આવકારે છે. ત્યારે યુવાવયથી જ સ્વસ્થ જીવન શૈલી અપનાવવા ડોક્ટરો સલાહ આપી રહ્યા છે.

Most Popular

To Top