Dakshin Gujarat

માંગરોળમાં ઝેરી ચારો ખાવાથી 11 બકરીઓના મોત

વાંકલ: (Vankal) માંગરોળના ઇસનપુર ગામે ઝેરી ચારો ખાવાથી અગિયાર બકરીનાં (Goat) મોત નીપજતાં આદિવાસી પશુપાલક મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. ઇસનપુર ગામના કુંડ ફળિયામાં રહેતા અર્જુન પુનિયા વસાવા પશુપાલન કરીને પોતાનુ ગુજરાન ચલાવે છે. તેઓ સોમવારે સવારે પોતાની માલિકીની 42 બકરીને ચરાવવા માટે ઇસનપુર ગામની (Village) સીમમાં લઈ ગયા હતા. દરમિયાન નરેશભાઈ મોહનભાઈ ચૌધરી અને પરેશભાઈ મોહનભાઈ ચૌધરીના ખેતર નજીક બકરીઓ ચરી રહી હતી.

  • માંગરોળના ઇસનપુર ગામે 11 બકરીનાં ઝેરી ચારો ખાવાથી મોત
  • ખેતરમાં ચારો ચરીને 100 મીટરમાં અંતરે એ પહોંચી હતી, ત્યારે અચાનક બકરીઓને ઝેરની અસર થતાં બકરીઓ ટપોટપ મરવા લાગી હતી

ખેતરમાં ચારો ચરીને 100 મીટરમાં અંતરે એ પહોંચી હતી. ત્યારે અચાનક બકરીઓને ઝેરની અસર થતાં બકરીઓ ટપોટપ મરવા લાગી હતી, જેમાં 11 જેટલી બકરી મૃત્યુ પામી હતી. તેમજ બીજી બકરીઓને ઝેરની અસર થઈ હતી. આ ઘટનાની જાણ પશુપાલકે ગામના સરપંચ હરિવદનભાઈ ચૌધરીને કરી હતી. જેથી તેમણે તંત્રને જાણ કરી હતી અને તાત્કાલિક તેમણે સારવાર માટે પશુ ડોક્ટરોને બોલાવ્યા હતા. ડોક્ટરે 11 બકરીને મૃત જાહેર કરી બાકીની ૩૧ બકરીને સારવાર અર્થે રાખી છે. આ બાબતે અર્જુનભાઈએ નરેશભાઈ મોહન ચૌધરી અને પરેશ મોહન ચૌધરી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. આ બાબતે પશુપાલકે ખેડૂતને પૂછતાં તેણે એક માસ પહેલાં દવા છાંટી હોવાનું જણાવ્યું હતું. જો કે, પીએમ રિપોર્ટ બાદ બકરીઓ મળવાનું સાચું કારણ જાણી શકાશે.

ઝઘડિયાના રતનપુરમાં અજાણ્યાએ પ્લાન્ટની કન્ટેનર ઓફિસ સળગાવી નાંખી
ઝઘડિયા: રતનપુરમાં સિલિકા પ્લાન્ટમાં કોઈ વિધ્ન સંતોષીએ કન્ટેનર ઓફિસનું તાળું તોડીને અંદરથી આખી ઓફીસ સળગાવી દેવાની ઘટના બની છે. કેટલાક વિસ્તારમાં ધંધાકીય સામેના વ્યક્તિની હકારાત્મક પ્રવૃત્તિથી હરીફાઈ કરવાને બદલે નકારાત્મક પ્રવૃત્તિ કરવાથી વેરઝેર ઉભા થઇ રહ્યા છે. હાલમાં ઝઘડિયા ખાતે રહેતા નેહલભાઈ જેન્તીભાઈ પટેલ રતનપુર ગામના સરવે નંબર-૨૮૭વાળા પ્લોટ નંબર-૭વાળી જગ્યામાં જમીન ભાડે રાખી પોતે નવરંગ સિલિકા નામે ધંધો કરે છે. નેહલભાઈએ તેમની ભાડાવાળી જગ્યામાં ઓફિસ કામ કરવા માટે એક લોખંડના કન્ટેનરની ઓફિસ બનાવી હતી. ગત તા. ૧લી જૂને સાંજે ૭ વાગ્યા સુધી નેહલભાઈ તેમની ઓફિસ ખાતે હતા અને કામકાજ પતાવીને ઝઘડિયા પોતાના ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ બીજે દિવસે સાંજે ચાર વાગ્યે તેઓ ફરી તેમની ઓફિસવાળી જગ્યાએ ગયા હતાં, ત્યારે ઓફિસ પર પહોંચતા કન્ટેનર ઓફિસનું તાળુ તૂટેલી હાલતમાં જણાયું હતું. દરવાજો ખોલીને જોતાં અંદરથી આખી ઓફિસ બળીને ખાખ થઇ ગઈ હતી. આખા પ્રકરણમાં કોઈક અજાણ્યા વિધ્ન સંતોષી ઇસમે ધંધાકીય હરીફાઈ માટે આખી ઓફીસને બાળી નાંખી હતી. ઓફિસમાં જરૂરી દસ્તાવેજો, ફર્નીચર સહિત ઇલેક્ટ્રિક સાધનો પણ બળી ગયા હતા. જે બાબતે નેહલભાઈ પટેલે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ આપતા ઓફીસ બાળનાર કોઈ અજાણ્યા વિઘ્નસંતોષી સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top