Dakshin Gujarat

વલસાડના કાપડિયા ચાલમાં ઘરમાં લોકોની ગેરહાજરી સમજી બે ચોર ઘુસ્યા, ચોરી કરીને ભાગ્યા અને..

વલસાડ : વલસાડના (Valsad) કાપડિયા ચાલમાં એક ઘરમાં લોકોની ગેરહાજરી સમજી બે ચોર (Thief) ઘરમાં ઘુસ્યા હતા અને મોબાઇલ (Mobile) ચોરીને ભાગી રહ્યા હતા. ત્યારે ઘરના એક સભ્યે બૂમાબૂમ કરતા લોકોએ ચોરને પકડી પાડ્યા હતા. મૂળ રાજસ્થાનના અને હાલ ઉદવાડા રહેતા આ બંને ચોરને માર મારી પોલીસને (Police) સોંપ્યા હતા.

  • મજૂર જેવા દેખાતા અંદાજે 20 થી 22 વર્ષના બે યુવાન એક ઘરમાં ઘૂસી મોબાઇલ ચોરી બહાર નિકળયા
  • ઘરના સભ્યે જોતાં ચોર ચોરની બૂમ પાડતાં આજુબાજુના લોકોએ દોડીને તેને પકડી પાડ્યા

વલસાડની કાપડિયા ચાલમાં ગત સવારે મજૂર જેવા દેખાતા અંદાજે 20 થી 22 વર્ષના બે યુવાન એક ઘરમાં ઘૂસી મોબાઇલ ચોરી બહાર નિકળતા હતા. જેને પહેલા માળેથી ઘરના સભ્યે જોતાં ચોર ચોરની બૂમ પાડતાં આજુબાજુના લોકોએ દોડીને તેને પકડી પાડ્યા હતા. જેમને લોકોએ ઢોલ થાપટ મારી બંને યુવાનને પોલીસ મથકે લઇ ગયા હતા. જ્યાં તેમની પુછતાછ કરતા તેઓ મૂળ રાજસ્થાની અને હાલ ઉદવાડા રહેતા હોવાનું બહાર આવ્યું હતુ. આ બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઈલ તફડાવનાર બે ઇસમોની સુબિર પોલીસે ધરપકડ કરી
સાપુતારા : ડાંગ જિલ્લાનાં સુબિર વિસ્તારમાં મોબાઈલની તસ્કરી કરતા બે યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા છે. ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ગીરમાળ ગામનાં ઈસુબભાઈ મોહનભાઈ વડાળી તથા રૂપેશભાઈ મોતીરામભાઈ ગાવીત ગામડામાંથી મોબાઈલની ચોરી કરી મોબાઈલનો પાસવર્ડ તોડવા માટે સુબિર ખાતે મોબાઈલની દુકાનમાં ગયા હતા. જેથી આ યુવાનો પર મોબાઈલનાં દુકાન માલિકને શંકા જતા સુબિર પોલીસ મથકે જાણ કરી હતી. જેથી સુબિર પોલીસ મથકનાં પી.એસ.આઈ. એસ.જી.વસાવાની ટીમે તુરંત જ સ્થળ પર પહોચી આ બન્ને તસ્કરોને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા તેઓ ગામડાઓમાંથી મોબાઈલ તફડાવતા હોવાનું કબલ્યુ હતુ. હાલમાં સુબિર પોલીસ મથકનાં પી.એસ.આઈ. એસ.જી.વસાવાએ આ બન્ને તસ્કરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top