Dakshin Gujarat

સાપુતારાથી ફ્લાવર-કોબીજનાં રોપાની આડમાં ભારતીય બનાવટની એવી તે કઈ વસ્તુ લઈ જવાતી હતી કે પોલીસે..

સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાની સાપુતારા પોલીસની (Saputara Police) ટીમે સાપુતારા ચેકપોસ્ટ પરથી બે પીકઅપ વાનમાં ફ્લાવર કોબીજનાં રોપાનાં આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો (Alcohol) જથ્થો લઈ જઈ રહેલા ત્રણ ઇસમોની ધરપકડ (Arrest) કરી પાંચને વોન્ટેડ (Wanted) જાહેર કર્યા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગતરોજ ડાંગ જિલ્લાનાં પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા ચેકપોસ્ટ ખાતે પી.એસ.આઈ. એમ.એલ.ડામોરની ટીમે વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. તે અરસામાં સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્રમાંથી કોબીજ ફ્લાવરનાં રોપાનો જથ્થો ભરી ગુજરાતમાં પ્રવેશેલી પીકઅપ વાન ન. એમ.એચ.41.જી.9818 અને પીકઅપ વાન ન. એમ.એચ.15.એચ.એચ. 2039ને ઉભી રાખી ચેકીંગ હાથ ધરતા બંને પીકઅપ વાનમાં ચેકીંગ કરતા કેરેટમાં કોબીજ ફ્લાવરનાં રોપાનાં આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી 190 બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂની ખેંપ મારનાર ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલમાં સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એમ.એલ ડામોરે 59,500નો દારૂનો જથ્થો,18,000નાં બે મોબાઈલ તથા બે પીકઅપ વાનની કિંમત 8,50,000 મળી કુલ 9,27,700નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગણદેવી કસ્બાવાડી ફાટક પાસેથી 40 હજારનો દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, 2 વોન્ટેડ
નવસારી : ગણદેવી કસ્બાવાડી રેલ્વે ફાટક પાસે એક અર્ટીગા કાર (નં. જીજે-15-સીકે-0365)ને ગણદેવી પોલીસે રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 40,800 રૂપિયાની વિદેશી દારૂની 86 નંગ બાટલી મળી આવતા વલસાડના પારડી તાલુકાના તરમાલીયા ગામે રાંધણ ફળીયામાં રહેતા ધર્મેશભાઈ અશોકભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે ધર્મેશભાઈની પૂછપરછ કરતા વલસાડના પારડી તાલુકાના બાલંદા ચીવલ રોડ પર રહેતા સીમાબેન કાંતિભાઈ પટેલે દારૂ ભરાવી આપ્યો હતો અને નવસારીના વિમલ ઉર્ફે લાલુએ દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે સીમાબેન અને વિમલ ઉર્ફે લાલુને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 5 લાખની કાર અને 10 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 5,50,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top