Dakshin Gujarat

વલસાડમાં બુટલેગરોનું રાજ

વલસાડ : વલસાડ (Valsad) ડીએસપી સર્કલ (DSP Circle) પાસેથી પોલીસની (Police) ટીમે બાતમીના આધારે કારમાં (Car) ચોરખાના બનાવીને લઈ જવાતો રૂ.૧૩,૪૫૦ ઇંગ્લિશ દારૂ (Alcohol) ઝડપી પાડી ધરમપુરના ચાલકની ધરપકડ (Arrest) કરી છે.

વલસાડમાં બુટલેગરોનું રાજ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. પોલીસનો કોઇ જાતનો ડર રહ્યો નથી. સિટી પોલીસ ધરમપુર રોડ પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળેલી કે વલસાડ સિટીમાં કારમાં દારૂ લઇ જવાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે આરપીએફ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી કાર આવતા પોલીસે કાર અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કાર ચાલકે પોતાની કાર હંકારતા પોલીસે કારનો પીછો કરીને વલસાડ ડીએસપી સર્કલ પાસે પોલીસે કાર અટકાવી હતી. કારમાં તપાસ કરતા કારની સીટ નીચે ચોરખાના બનાવીને લઈ જવાતો રૂ.૧૩,૪૫૦ ઇંગ્લિશ દારૂ બોટલ નંગ ૧૮૩ મળી આવી હતી. પોલીસે ધરમપુર લાકડમાળ પટેલ ફળિયામાં રહેતો કાર ચાલક રાકેશ ઈશ્વરભાઈ પટેલની ઘરપકડ કરી પોલીસે કાર અને દારૂ મળીને ખુલ્લામાં ૧૧૩.૪૫૦ મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

કબીલપોર ફનસીટી હોટલ પાસેથી દારૂ ભરેલી કાર સાથે 2 ઝડપાયાં
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર કબીલપોર ફનસીટી હોટલ પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે 36 હજારનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2ને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર કબીલપોર ફનસીટી હોટલ પાસેથી એક મારૂતિ બ્રેઝા કાર (નં. જીજે-21-સીએ-2143) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 36 હજારના વિદેશી દારૂની 324 નંગ બાટલીઓ મળી માણેકપોર આહીરવાસમાં ધર્મેશ વિનુભાઈ પટેલ અને સુધાબેન કાનજીભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા. પોલીસે ધર્મેશ અને સુધાબેનની પૂછપરછ કરતા ગણદેવી તાલુકાના એંધલ ગામે હનુમાન ફળીયામાં રહેતા કિરણ ઉર્ફે કિલ્લુ વિનોદભાઈ પટેલે દારૂ ભરાવી આપ્યો હોવાનું કબુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 640 રૂપિયા રોકડા, 10 હજાર રૂપિયાનો મોબાઈલ અને 5 લાખ રૂપિયાની કાર મળી કુલ્લે 5,46,640 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top