Dakshin Gujarat

વલસાડના કેરી માર્કેટ પાસેથી ટેમ્પામાં ચોકલેટ અને બિસ્કીટની આડમાં લઈ જવાતી આ વસ્તુ પકડાઈ

વલસાડ : વલસાડના (Valsad) કેરી માર્કેટ (Market) પાસેથી સિટી પોલીસની (Police) ટીમે ટેમ્પોમાં ચોકલેટ (Chocolate) અને બિસ્કીટની (Biscuit) આડમાં સંતાડીને લઈ જવાતો રૂ. 26,400નો ઇંગ્લિશ દારૂ (Alcohol) ઝડપી પાડી વાપીના બે ઈસમની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં પેટ્રોલિંગ કરતી વલસાડ સિટી પોલીસની ટીમને બાતમી મળતાં કેરી માર્કેટ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે અટકાવ્યો હતો.

પોલીસે તપાસ કરતા ટેમ્પામાંથી ચોકલેટ તથા બિસ્કીટની આડમાં સંતાડીને લઈ જવાતો રૂ.26,400 નો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ 384 મળી આવી હતી. પોલીસે ટેમ્પો ચાલક વાપીમાં રહેતો જીતુભાઈ ભેરૂલાલ લુહાર તથા લલિત ગણેશલાલની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ, ટેમ્પો અને મોબાઈલ મળીને કુલ રૂ. 2.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગોવાથી વડોદરા સપ્લાઈ થઈ રહેલી આ વસ્તુનો જથ્થો પલસાણાથી પકડાયો
પલસાણા : પલસાણા પોલીસને બાતમી મળી હતી કે, પલસાણાની હદમાં નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર એક ટેમ્પોમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને રાખવામાં આવ્યો છે. જે બાતમી આધારે પલસાણા પોલીસે ટેમ્પોમાંથી ૧૨.૯૦ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી બે બુટલેગરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતાં.

પલસાણા ગામની હદમાં નેશનલ હાઇવે ૪૮ ઉપર આવેલા કાલાઘોડાની સામે એક ટેમ્પો નંબર જીજે ૦૭ ટીયુ ૦૬૧૭માં વિદેશી દારૂનો જથ્થો ભરીને રાખવામાં આવ્યો છે તેવી બાતમી ગઇકાલે પલસાણા પોલીસને મળી હતી જેના આધારે પોલીસની ટીમે સ્થળ પર જઇ ટેમ્પોમાં તપાસ કરતાં ટેમ્પોમાંથી વિદેશી દારૂની રૂપિયા 12.90 લાખની કિંમતની 21,300 બોટલ મળી આવી હતી. પોલીસે 6 લાખની કિંમતના ટેમ્પો અને દારૂ તેમજ રોકડ મળીને કુલ રૂપિયા ૧૮.૯૭ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે ટેમ્પોચાલક રમેશકુમાર બીરબલ રામ બીશ્નોઇની ધરપકડ કરી હતી. તેને દારૂ ભરાવી મૂળ રાજસ્થાનના બાડમેરના અને હાલમાં ગોવામાં રહેતા રોહિત બિશ્નોઇ અને દારૂ મંગાવનાર વડોદરાના લાલુ સિંધીને વોન્ટેડ જાહેર કર્યા છે.

હરિપુરાના લિસ્ટેડ બુટલેગર શંભુનો પંટર ધર્મેશ પરમાર દારૂ સાથે ઝડપાયો
પલસાણા: પલસાણાના હરિપુરા ગામનો લિસ્ટેડ બુટલેગર શંભુ ઢીમ્મરના પંટર ધર્મેશ ૫૨મા૨ના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી કડોદરા પોલીસને મળતાં પોલીસે તેના ઘરમાંથી ૨૮ હજારનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
પલસાણાના હરિપુરા ગામનો લિસ્ટેડ બુટલેગર અને આ વિસ્તારમાં દારૂનો મોટા પ્રમાણમાં સપ્લાય કરનાર શંભુ ઢીમ્મરનો પંટર ધર્મેશ ઉર્ફે ધમો નટવ૨ પરમાર તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી કડોદરા પોલીસને મળતાં કડોદરા પોલીસે ધર્મેશના ઘરેના રેઇડ કરતાં તેના મકાનમાંથી બાટલી નંગ ૧૭૨ કિંમત રૂ.૨૮,૦૫૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ધર્મેશ પરમારને ઝડપી પાડી આ ગુનામાં લિસ્ટેડ બુટલેગર શંભુ ઢીમ્મર હરિપુરા તેમજ સુનીલ ઉર્ફે સલમાન રાઠોડને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top