Dakshin Gujarat

નર્મદા જિલ્લાની મહારાષ્ટ્રને જોડતી ધનશેરા ચેકપોસ્ટ પાસે કારમાંથી 10 કિલો ગાંજો ઝડપાયો

રાજપીપળા: મહારાષ્ટ્રને (Maharastra) અડીને આવેલી નર્મદા (Narmada) જિલ્લાની ધનશેરા ચેકપોસ્ટ પરથી સાગબારા પોલીસે 10 કિલો ગાંજાનો (Cannabis) જથ્થો ઝડપી પાડ્યો હતો. જો કે, પોલીસના (Police) ચેકિંગને જોઈ આણંદના બે આરોપીઓ ઇકો કાર (Car) મૂકીને ફરાર થઈ ગયા હતા. ડેડિયાપાડા સાગબારા વિસ્તારમાં પોલીસ ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન ધનશેરા ચેકપોસ્ટ ઉપર ઇક્કો ગાડી નો ચાલક ઇમરાન અબ્દુલ વોહરા અને તેની સાથેના બીજા લોકોએ પોલીસને જોઈ ઇકો ધનશેરા ગામની સીમ તરફ હંકારી મૂકી હતી. ધનશેરાથી ધોડાદેવી જવાના આર.સી.સી. રોડની બાજુમાં આવેલા ખેતરની તારની ફેન્સિંગમાં ગાડી ઘૂસી જતાં બંને વ્યક્તિઓ ઇકો સ્થળ પર મૂકી નાસી છૂટ્યા હતા.

ઇકો કારમાંથી પોલીસને મહારાષ્ટ્થી લવાયેલો વનસ્પતિ જન્ય માદક પદાર્થ સૂકો ગાંજો 10 કિલો 250 ગ્રામ મળી આવ્યો હતો. સાગબારા પોલીસે એક લાખ ઉપરાંતની કિંમતના ગાંજાનો જથ્થો, ઇકો કાર અને ડ્રાઇવિંગ લાઇસન્સ તથા આર.સી. બુક મળી કુલ 3.52 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો દાખલ કરી બંને ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહુવાના કુમકોતર-કાંકરિયા રોડ પરથી પસાર થતી કારમાંથી મહુવા પોલીસે ૨૮,૪૦૦ રૂપિયાના દારૂ ઝડપી પાડ્યો
અનાવલ: મહુવાના કુમકોતર-કાંકરિયા રોડ પરથી પસાર થતી કારમાંથી મહુવા પોલીસે ૨૮,૪૦૦ રૂપિયાના દારૂ સાથે કુલ ૩,૬૧,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મહુવાના કાંકરિયા-કુમકોતર રોડ પર પસાર થતી કારને અંબિકા નદીના પુલ પર અટકાવી મહુવા પોલીસે તપાસ કરતાં તેમાંથી કુલ ૧૬૮ બાટલીઓ ૨૮,૪૦૦ તેમજ નંબર વગરની કાર કુલ કિંમત ૩ લાખ પેટ્રોલિંગ કરતાં મોપેડને ઝડપી લેતાં કુલ ૩,૬૧,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ આ દારૂની હેરાફેરીમાં સંકળાયેલા સુનીલ ભરત પવાર (રહે.,ઓલેશ્વર, તા.કામરેજ), સચિન આત્મારામ પાટીલ, તુષાર સંજય રાઠોડ તેમજ દિગ્વિજય મનહર રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

માણેકપોર નજીકથી 1.11 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
બારડોલી: બારડોલી તાલુકાના માણેકપોર ગામ નજીકથી સુરત વિભાગની પ્રોહિબિશન ડ્રાઇવની ટીમે પીકઅપ વાનમાંથી 1.11 લાખના વિદેશી દારૂ સાથે એક એકની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ સહિત કુલ 8.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત વિભાગની પ્રોહિબિશન ડ્રાઇવની ટીમે બાતમીના આધારે બારડોલી તાલુકાના માણેકપોર ગામે વ્યારાથી બારડોલી તરફ જતાં રોડ પર એક પિકઅપ વાનને રોકી તલાશી લેતા તેમાંથી પોલીસને 984 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 1,11,600 હોવાનું જણાવ્યું હતું. પોલીસે પિકચાલક જિતેન્દ્ર ઉર્ફે ભૈયા લાલામણિ સોનવણે (રહે., ધુલે, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. જ્યારે માલ ભરાવી આપનાર સંદીપ ઉર્ફે મુન્ના શરદ ઠાકરેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત એક ખાલી ટાંકી કિંમત રૂ. 3 હજાર, એક ખાટલો કિંમત રૂ. 500, મહિન્દ્રા કંપની પિકઅપ વાન ગાડી કિંમત રૂ. 7.50 લાખ અને એક મોબાઇલ ફોન કિંમત રૂ. 5 હજાર મળી કુલ 8,70,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બારડોલી ગ્રામ્ય પોલીસની હદમાંથી બહારની પોલીસ દારૂ પકડાતાં સ્થાનિક પોલીસની કામગીરીના ધજાગરા ઊડ્યા હતા.

Most Popular

To Top