DAKSHIN GUJARAT

દમણથી દારૂ પી જતો વડોદરાનો કોન્ટ્રાકટર મર્સિડીઝમાં નશાની હાલતમાં પકડાયો, પોલીસ સામે જ લથડિયા ખાતો હતો

વાપી: (Vapi) વાપી જીઆઇડીસી (GIDC) પોલીસે (Police) દમણથી (Daman) નશો (Drunk) કરી મર્સિડીઝ (Mercedes) કારમાં પરત ફરી રહેલા વડોદરાના (Vadodara) કોન્ટ્રાકટરને (Contractor) ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મર્સિડીઝ બેન્ઝ કારમાં નશો કરીને વાંકીચૂકી કાર ચલાવી વાપી જીઆઇડીસીના જે ટાઇપ નવા ગરનાળા પાસે પોલીસની ટીમે રોકીને ૨૪ વર્ષના કોન્ટ્રાકટર આશિષસિંગ પ્રતાપભાનસિંગ રાઠોડ જે મૂળ યુપીનો રહેવાસી છે, હાલ વડોદરામાં સુભાનપુરામાં લક્ષ્મીપુરા રોડ એ વન ક્રિષ્ના બંગલોમાં રહે છે.

જોકે દમણથી વાપી તરફ આવી રહેલા આશિષસિંગ રાઠોડે કેફી પીણાનો એવો નશો કર્યો હતો કે કારમાં જયારે પોલીસે તેને નામ પૂછયું ત્યારે તેની જીભ તોતડાતી હતી. જયારે પોલીસે કારમાંથી નીચે ઉતરવા કહયું ત્યારે એ લથડિયા ખાતો હતો. પોલીસે ચલા સીએચસીમાં કોન્ટ્રાકટરનું મેડિકલ ચેકઅપ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે મોટરવાહન અધિનિયમની કલમ ૧૮૫ હેઠળ ગુનો નોંધી આશિષસિંગની અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મર્સિડીઝ કારની કિંમત પોલીસ ૧૫ લાખ દર્શાવી છે.

વલસાડ ગુંદલાવમાં જુગાર રમતા ૧૪ પકડાયા, માસ્ક પહેર્યા ન હોવાથી જાહેરનામા ભંગનો ગુનો પણ નોંધાયો
વલસાડ: વલસાડ નજીકના ગુંદલાવ પીઘરી ચાલ પાણીની ટાંકી પાસે ખુલ્લી જગ્યામાં તીન પત્તીનો જુગાર રમતા14 શખ્સોની વલસાડ રૂરલ પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી રોકડ રૂપિયા ૧૪,૫૦૦, મોટરસાયકલ કિંમત ૨.૫૦ લાખ ૧૨ મોબાઈલ ફોન કિંમત ૪૧૦૦૦ મળીને કુલ ૩,૨૨,૪૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ શખ્સો જુગાર રમતા હતા ત્યારે માસ્ક પહેર્યા ના હતા અને સોશિયલ ડિસ્ટન્સ પણ રાખ્યું ન હતું. જેથી તમામ સામે જાહેરનામા ભંગની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જુગાર રમતા ઝડપાયેલાઓમાં વલસાડ ગુંદલાવમાં રહેતો પીન્ટુ મહેશભાઈ માહતો, વિવેક ભાઈ છીબુ ભાઈ પટેલ અને હિતેશ સુરેશભાઈ પટેલ તથા મોગરાવાડી મણિનગરમાં રહેતો નિલેશ દેવનાથ શર્મા, ધમડાચી પાસે રહેતો જીગર નગીનભાઈ કુકણા, ગુંદલાવના જેપી નગરમાં રહેતો રવિ સીમરન ટંડેલ, માયાવંશી મોહલ્લામાં રહેતો નિકુંજ જયેશભાઇ પટેલ, કોચર ફળિયામાં રહેતા અજય સંજય નાયકા, સંદીપ રાજેશભાઈ પટેલ,મનોજ સુમનભાઈ રાઠોડ, બાબુ કેશુભાઇ મિસ્ત્રી, તુષાર સોમાભાઈ રાઠોડ, મહેશ શંકરભાઇ યાદવ, જયદીપ દિલીપભાઈ પટેલનો સમાવેશ થાય છે.

રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં ઊંઘતી શિક્ષિકાએ માથા નીચે મુકેલું 27 હજારની મતા ભરેલું પર્સ ચોર ચોરી ગયો
વલસાડ: મુંબઇ પાલઘરમા રહેતા શહાના ઈરફાન અન્સારી શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. શહાના તેના મામાના છોકરાના લગ્નમાં અમદાવાદ આવી હતી. લગ્ન પતાવીને ૫-૧-૨૨ ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશન પરથી રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને મુંબઈ આવવા માટે રવાના થઇ હતી. ટ્રેન ચાલુ થતાં જ શહાના પોતાના પર્સમાં મોબાઈલ હેડફોન તથા રોકડ રૂપિયા 3000 મળીને કુલ૨૭ હજારનો મુદ્દામાલ પર્સમાં મૂકી પર્સ માથા નીચે મૂકીને સૂઈ ગઇ હતી. તે સમયે કોઇ ચોર ઇસમ પર્સની ચોરી કરી ગયો હતો. શિક્ષિકા ઉંઘમાંથી ઉઠી ત્યારે માથા નીચે પર્સ નહીં દેખાતા આ અંગેની ફરિયાદ વલસાડ રેલવે પોલીસ મથકે નોંધાવી છે.

Related Posts