National

એલ્ગરને થર્ડ અમ્પાયરે નોટઆઉટ જાહેર કરતાં ભડકેલા ભારતીય આ ખેલાડીએ સ્ટમ્પ માઇક પર ગુસ્સો ઠાલવ્યો

કેપટાઉન(Captown): બિફોર આઉટ (Out) આપ્યો હતો, જો કે એલ્ગરે ડીઆરએસ (Elgar DRS) લેતા થર્ડ અમ્પાયરે (Umpire) હોક આઇને ધ્યાને લઇને તેને નોટઆઉટ (Not Out) જાહેર કર્યો હતો. થર્ડ અમ્પાયરના (Thired Umpire) આ નિર્ણયને પગલે કોહલી (Kohli) ભડક્યો હતો અને તેણે પોતાની નારાજી વ્યક્ત કરવા માંડી હતી. કોહલીએ ગુસ્સે થઇને સ્ટમ્પ માઇક પર વાંકા વળીને માત્ર વિરોધી ટીમ પર નહીં પણ તમારી ટીમ પર પણ ધ્યાન કેન્દ્રિત કરો. આ ઉપરાંત અન્ય ભારતીય ખેલાડીઓ પણ સ્ટમ્પ માઇકને ધ્યાને લઇને કંઇને કંઇ બોલ્યા હતા.

  • કોહલી જ નહીં પણ ટીમના અન્ય ખેલાડીઓ પણ સ્ટમ્પ માઇકમાં બોલ્યા કે આખો દેશ 11 ખેલાડીઓની પાછળ પડ્યો છે
  • થર્ડ અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કરતાં કોહલી અકળાયો
  • અન્યએ કહ્યું હતું કે બ્રોડકાસ્ટર તો અહીં પૈસા બનાવવા આવ્યા

આ ઘટના આફ્રિકન ટીમના બીજા દાવની 21મી ઓવરમાં બની હતી. અશ્વિનનો એક ફ્લાટેડ બોલ અશ્વિનના પગમાં વાગ્યો હતો અને અમ્પાયર મરાઇસ ઇરાસમસે તેને આઉટ આપ્યો હતો. એલ્ગરે ડીઆરએસ લેવા ખાતર લીધો હતો અને તેમાં બોલ સ્ટમ્પની ઉપરથી જતો હોવાનું દર્શાવાયું હતું. થર્ડ અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કરતાં કોહલી અકળાયો હતો અને તે પછી ભારતીય ખેલાડીઓમાંથી કોઇકે કહ્યું હતું કે આખો દેશ 11 ખેલાડીઓની પાછળ પડ્યો છે. જ્યારે અન્યએ કહ્યું હતું કે બ્રોડકાસ્ટર તો અહીં પૈસા બનાવવા આવ્યા છે. અશ્વિને પણ સ્ટમ્પ માઇકમાં કહ્યું હતું કે તમારે સુપરસ્પોર્ટ પર જીતવા માટે બીજો કોઇ સારો રસ્તો અપનાવવો જોઇએ.

ત્રીજી ટેસ્ટના બંને દાવ મળીને ભારતના તમામ બેટ્સમેન કેચઆઉટ થવાનો રેકોર્ડ થયો
કેપટાઉન ટેસ્ટમાં ભારતીય ટીમ બીજા દાવમાં 198 રને ઓલઆઉટ થઇ તેની સાથે જ એક અલગ રેકોર્ડ ભારતના નામે નોંધાયો હતો. આ ટેસ્ટના બંને દાવમાં ભારતના તમામ બેટ્સમેન કેચઆઉટ થયા છે અને ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં બંને દાવ મળીને એક ટીમના તમામ બેટ્સમેન કેચઆઉટ થયા હોય તેવું પહેલીવાર બન્યું છે. આ પહેલા પાંચ ટેસ્ટમાં એવુ બન્યું હતું કે જેમાં બંને દાવ મળીને કુલ 19 વિકેટ કેચઆઉટ થઇને પડી હોય.

ભારતીય ટીમ કેપટાઉન ટેસ્ટમાં ઋષભ પંતની સદી છતાં પોતાના બીજા દાવમાં 198 રને ઓલઆઉટ થઇ હતી. પંતની 100 રનની નોટઆઉટ ઇનિંગ ઉપરાંત માત્ર બે અન્ય ખેલાડી બે આંકડે પહોંચી શક્યા હતા અને તેમાં કેપ્ટન વિરાટ કોહલી 29 અને કેએલ રાહુલે 10 રન કર્યા હતા. આ સિવાય કોઇ અન્ય બેટ્સમેન બે આંકડે પહોંચી શક્યા નહોતા.

Most Popular

To Top