Gujarat

વડોદરા: મીઠાઈ બનાવવાની આડમાં MD ડ્રગ્સ બનતું, ગોડાઉનમાંથી 12 હજાર લિટર રો-મટીરીયલ ઝડપાયું

વડોદરા: ગુજરાતમાં (Gujarat) દારૂ બાદ ડ્રગ્સ (Drug) મોટા પ્રમાણમાં ઝડપાય રહ્યું છે. ગુજરાત ATS દ્વારા એક બાદ એક ડ્રગ્સ કેસમાં દરોડા (Raid) પાડવામાં આવી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ બાદ હવે ડ્રગ્સ કેસમાં વડોદરાનું (Vadodara) નામ પણ સામેલ થઈ ચૂંક્યું છે. વડોદરામાં મોકસીની નેક્ટર કેમ કંપનીમાંથી 1125 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ ગુજરાત ATSને વધુ એક મોટી સફળતા મળી છે. વડોદરા ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા બે આરોપી પિયુષ પટેલ અને મહેશ વૈષ્ણવને સાથે રાખીને ATSએ સાંકરડા એસ્ટેટના ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. ગોડાઉનમાંથી MD ડ્રગ્સ બનાવવામાં વપરાતું 12 હજાર લીટર રો-મટીરીયલ ઝડપી પાડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પીયુષ પટેલે મીઠાઈની આડમાં MD ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ વહેંચતો હતો. લોકોની નજરમાંથી બચાવ તે મીઠાઈ માટે પ્લેટો અને પાવડર પણ ગોડાઉનમાં રાખ્યા હતા.

ATSના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પિયુષ પટેલ અને મહેશ વૈષ્ણવને ATSની ટીમે સાથે લઈ ગઈ સાંકરદામાં સ્વસ્તીક સીરામીક એસ્ટેટમાં પ્લોટ નં-13, શેડ નં-2ના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી તેમણે 200 લીટરના 60 બેરલમાં 12000 લીટર કેમિકલ જપ્ત કર્યું હતું. મળતી માહિતી મુજબ આરોપી પિયુષે 2016માં વડોદરાના મનોજ જગદીષ પટેેલ પાસેથી કેમિકલ પ્રોસેસ કરવાનું કહી ગોડાઉન ભાડે રાખ્યું હતું. ATSને અહીંથી એસીટોન સહિત અન્ય પાંચથી છ કેમિકલનો જથ્થો મળી આવ્યો છે. જો કે કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી એક પણ ડ્રગ્સના અંશ નથી. પરંતુ આમાંથી ડ્રગ્સ બનાવી શકાય છે, અથવા તો ડ્રગ્સ બનાવવાની પ્રોસેસમાં મદદ મળે તે ઈરાદેથી જથ્થો ગોડાઉનમાં રખાયો હોવાનું અનુમાન છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ATSએ મોક્સીની કંપનીમાં દરોડા પાડી 1125 કરોડનું 225 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ સાથે જ પિયુષ પટેલ અને મહેશ વૈષ્ણવની પણ ધરપકડ કરવામાં આવી હતી. કંપનીના સંચાલક સહિત 6 આરોપીને 9 દિવસના રિમાન્ડ અપાયા હતા. ATSએ આરોપીને પૂછપરછ કરતા રો મટીરીયલ અંગે માહિતી મળી હતી. ATSએ વડોદરા SOGની મદદ લઈ સાંકરદાના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. વધુ માહિતીમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ મીઠાઈની આડમાં કંઈ બીજું જ કાવતરું કરી રહ્યા હતા. દરોડા બાદ વડોદરા SOG દ્વારા FSLની વ્યવસ્થા કરવામાં આવી હતી. FSLની ટીમે સેમ્પલ લીધા હતા, જેનો રિપોર્ટ બે દિવસમાં આવવાની સંભાવના છે.

Most Popular

To Top