Dakshin Gujarat

વલસાડ જિલ્લામાં 1526 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાયો, ખાનગી હોસ્પિટલોમાં 395 લોકોએ વેક્સિન મુકાવી

વલસાડ: (Valsad) સમગ્ર દેશ અને રાજ્‍યમાં ચાલી રહેલી કોરોના મહામારી સામે રક્ષણ માટે કોવિડ-૧૯ રસીકરણના ત્રીજા તબક્કામાં વલસાડ જિલ્લામાં 1526 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. જેમાં ખાનગી હોસ્પિટલોમાં 395 લોકોએ વેકસીન મુકાવી હતી. ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા 1188 નાગરિકો તેમજ ૪૫થી ૬૦ વર્ષ સુધીની વયજૂથના કોમોર્બિડીટી ધરાવતા 338 નાગરિકોને વેક્સિન (Vaccine) આપવામાં આવી હતી. વેક્સિન બાદ કોઇ વ્‍યક્‍તિને ગંભીર આડઅસર જોવા મળી નથી. વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી વિનોદ રાવલે પણ મંગળવારે સવારે અબ્રામા આરોગ્ય કેન્દ્રમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લોકોને વેક્સિન લેવા અપીલ પણ કરી હતી.

  • તાલુકા વાઇઝ વેક્સિન આંકડો
  • વલસાડ 319
  • પારડી 161
  • વાપી 350
  • ઉમરગામ 298
  • ધરમપુર 03
  • કપરાડા 00

જિલ્લામાં 51 ફ્રન્ટલાઈન વોરિયર્સને પ્રથમ અને 381 કર્મચારીઓને બીજો ડોઝ અપાયો
જ્યારે જિલ્લાના આરોગ્ય વિભાગના અને ફ્રન્ટ લાઈન 51 વોરિયર્સને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 381 કર્મચારીઓને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલે વલસાડ જિલ્લાના પ્રજાજનોને અગમચેતીના પગલાંરૂપે કોરોના સંક્રમણ રોકવા વહીવટીતંત્ર અને આરોગ્‍ય વિભાગને સાથ આપવા તથા વેક્સિનનોનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

ડાંગ જિલ્લામાં 60થી વધુ વયના વ્યક્તિઓને કોરોનાની રસી મુકવામાં આવી

સાપુતારા : ડાંગ જિલ્લામાં 60થી વધુ વયના વ્યક્તિઓનો કોરોનાની રસી મુકવામાં આવી હતી. જિલ્લામાં આજે જિલ્લાની 3 સી.એચ.સી, 10 પી.એચ.સી અને આહવા હોસ્પિટલમાં વેક્સિનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે વડાપ્રધાન મોદી સહિત દેશનાં વયસ્ક નેતાઓએ કોરોનાંની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો ત્યારે ડાંગમાં પણ આરોગ્યકર્મીઓ દ્વારા વૃદ્ધ વ્યક્તિઓને વેક્સિનનો ડોઝ આપ્યો હતો. 60થી વધુ સિનિયર સિટીઝન ધરાવતાં 130 લોકોને કોરોનાં વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જોકે વેક્સિનનાં કાર્યક્રમ દરમિયાન કોઈપણ વ્યક્તિ ઉપર વેકેશનની આડઅસર જણાઈ ન હતી. આ કાર્યક્રમ આગામી દિવસો સુધી ચાલુ રહેશે તેમ આરોગ્ય વિભાગ તથા ડાંગ વહીવટી તંત્ર દ્વારા માહિતી મળી હતી.

દાદરા નગર હવેલીમા સીનીયર સિટિઝનોને કોવીશીલ્ડ વેક્સિન મુકાઈ

કોરોના મહામારીને કાબુમા લેવા માટે આખા દેશમા કોવીશીલ્ડ વેક્સિનની રસી આપવાની કાર્યવાહી ચાલી રહી છે.જેમા પ્રથમ કોરોના વોરિયર્સને અને મેડીકલ સ્ટાફને વેક્સીન આપવામા આવી હતી.દાદરા નગર હવેલીમા 1માર્ચના રોજથી 60વર્ષથી ઉપરના લોકોને કોવીશીલ્ડ વેક્સીનની રસી સેલવાસ વિનોબાભાવે નર્સિંગ કોલેજ ખાતે અને પ્રદેશના દરેક પીએચસી સેન્ટર,સબ સેન્ટર પર વેક્સીન આપવાનુ શરુ કરવામા આવ્યુ છે.આની સાથે 45વર્ષથી વધુ અને 60વર્ષ નીચેના લોકો જેઓને કોઈ બીમારી હોય તો તેઓ માટે પણ વેક્સીનની રસી આપવામા આવશે જેથી સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પ્રદેશની જનતાને અનુરોધ કરવામા આવ્યો છે કે કોવીશીલ્ડ વેક્સીન લગાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવામા આવે અથવા તો નજીકના પીએચસી સેન્ટર પર શરીરમા જે કોઈ બીમારી હોય તેનુ પ્રુફ લઇ ત્યા પોહચી વેક્સીનની રસી લઇ શકશે આ રસી સરકારી હોસ્પીટલોમા મફતમા આપવામા આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top