Gujarat Main

રાતના અંધારામાં ભેંસ નહીં દેખાતા ભાજપના ધારાસભ્યની કાર અથડાઈને ઊંધી પડી

અમદાવાદ(Ahmedabad): ગુજરાત (Gujarat) ભાજપના (BJP) એક ધારાસભ્યને (MLA) તા. 15મી જાન્યુઆરીની મધરાત્રે અમદાવાદ-લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો છે. રાતના અંધારામાં મરેલી ભેંસ (Buffalo) નહીં દેખાતા કાર ભેંસ સાથે અથડાઈ હતી. કાનપરા ગામના પાટિયા પાસે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં (Accident) ધારાસભ્યને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

  • અમદાવાદ લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માત થયો
  • રસ્તા પર મૃત પડેલી ભેંસ નહીં દેખાતા અકસ્માત થયો
  • ભાજપના ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા અને રાજકોટ જિલ્લા ભાજપના મંત્રી રવિ પાલડીયાને સામાન્ય ઈજા

પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે મધરાત્રે ભાજપના ઉપલેટા (Upleta) બેઠક પરના ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયા (MLAMahendraPadliya) અને રાજકોટ (Rajkot) જિલ્લા ભાજપના મંત્રી રવિભાઈ માકડીયા (RaviMakadiya) ખાનગી કારમાં જઈ રહ્યાં હતાં ત્યારે કાનપરા ગામના પાટિયા પાસે એક મરેલી ભેંસ રસ્તા પર પડી હતી, જે રાતના અંધારામાં નહીં દેખાતા ધારાસભ્યની કાર મરેલી ભેંસ સાથે ભટકાઈ હતી.

આ અકસ્માતમાં ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયા અને રાજકોટ જિલ્લા ભાજપના મંત્રી રવિભાઈ માકડિયાને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું છેે. મૃત ભેંસ સાથે અથડાવાના લીધે કાર રોડ સાઈડના ખેતરમાં ઊંધા માથે પડી હતી. ગાડીનો ભુક્કો બોલી ગયો હતો. સદ્દનસીબે રસ્તા પર અન્ય ભારે વાહનો દોડતા નહીં હોય મોટી જાનહાનિ થતા બચી ગઈ હતી. રાજકારણીઓનો પણ જીવ બચી ગયો હતો.

અમરેલીમાં ધારીના ધારાસભ્યને અકસ્માત નડ્યો
દરમિયાન અમરેલીમાં ધારીના ધારાસભ્યની કારને અકસ્માત નડ્યો હોવાની વિગતો મળી છે. ધારાસભ્યની કારની અડફેટે એક યુવાનને ઈજા પહોંચી છે. ધારાસભ્ય જે.વી.કાકડીયાની કાર સાથે એક યુવકની બાઈક ભટકાઈ હતી. જેમાં કેતન નામના બાઈક ચાલક યુવાનને ઈજાઓ પહોંચી છે. તે યુવકને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હોવાની માહિતી સાંપડી છે.

Most Popular

To Top