Business

કાલોલ બજાર વિસ્તારમાં પીવાનુ દૂષિતપાણી આવવાથી નગરજનો ત્રાહિમામ

કાલોલ, તા.૧૫
કાલોલ નગરપાલીકા મા હાલ વહીવટદાર નુ શાસન ચાલી રહ્યું છે ત્યારે પ્રજા ની કોઈ દરકાર લેવાની પ્રાથમિક ફરજ નો સ્પષ્ટ ભંગ થતો જણાય છે.કાલોલ નગર પાલિકા દ્વારા આપવામા આવતુ પીવાનુ દુષિત પાણી નગરપાલીકા સામે જ આવેલ વિસ્તારમા આવતુ હોવાની વ્યાપક બુમો પડી રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા નાગરિકોને શુદ્ધ પીવાલાયક પાણી ઉપલબ્ધ કરાવાય તેવી મોટા ભાગની જનતાની માંગ છે નગરપાલીકા દ્વારા આપવામા આવતુ પાણી શરૂઆતમાં લાલ કલરનુ અને દુર્ગંધ મારતું આવે છે જેથી પીવાના પાણીની લાઈનમાં કોઈક જગ્યાએ ગટર લાઈન નું પાણી ભેગુ થતુ હોવાની શક્યતાઓ રહેલી છે જેથી પાલીકા દ્વારા વહેલીતકે આ સમસ્યા નો અંત કરાય જેથી ભવિષ્યમાં પાણી ને કારણે મહામારી સર્જાતી અટકે બીજી તરફ મેઈન બજારમાં દરગાહ પાસે લાઈટના થાંભલા પાસે પાણીની લાઈનમાં છેલ્લા અઠવાડિયા થી લિકેજ થવાથી પીવાનુ પાણી સરેઆમ રોડ ઉપર રેલમ છેલ થઈ રહેલ છે સ્થાનીક દુકાનદારોએ ચીફ ઓફિસર ને રજુઆત કરી તેમ છતાં પણ આ લીકેજ દુર કરવા ની કોઈ નક્કર કામગીરી કોઇ અગમ્ય કારણોસર થયી નથી. વધુમા છેલ્લા કેટલાય દિવસોથી ટાઉનહોલ થી લઈ બસ સ્ટેન્ડ અને પોસ્ટ ઓફિસ થી રબ્બાની મસ્જીદ તથા નગરપાલીકા થી લઈ મામલતદાર કચેરી સુધીના રોડ નવા બનાવવા માટે ખોદી કાઢવામાં આવ્યા છે ત્યારે મોટા ભાગે ટુ વ્હીલર ચાલકો ને મોટા પથ્થર અને ખાડા ટેકરા ઉપર થી પસાર થતા ભારે તકલીફ પડી રહી છે કાલોલ નગરપાલીકા દ્વારા તાકીદે ખોદેલા રસ્તાઓ ઉપર નવા રોડ બનાવવાની જરૂર છે કાલોલ ચીફ ઓફિસર અને વહીવટદાર આ મુળભુત સમસ્યાઓ દૂર કરશે ખરા!

Most Popular

To Top