National

યુપી: ટ્રેનની બારીનો કાચ તોડી લોખંડનો સળિયો મુસાફરની ગરદનની આરપાર નીકળી ગયો

યુપી: ઉત્તર પ્રદેશમાં અલીગઢ (Aligarh) જિલ્લાના સોમના રેલવે સ્ટેશન પર શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટનાએ લોકોને હચમચાવી દીધા હતા. અલીગઢ રેલવે સ્ટેશન પર નીલાંચલ એક્સપ્રેસ ટ્રેન (12876)ના જનરલ કોચમાં બેઠેલા મુસાફરના ગરદની આરપાર એક લોખંડનો ઘૂસી ગયો હતો. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 પર આ દર્દનાક નજારો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા, અને આ ઘટના જોવા માટે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

સોમના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 પર એક મોટો અકસ્માત સર્જાયો હતો, જ્યાં નીલાંચલ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચની સીટ નંબર-15 પર મુસાફરી કરી રહેલા મુસાફરના ગળામાંથી લોખંડનો સળિયો આરપાસ નીકળી ગયો હતો. મુસાફરના ગળામાંથી સળિયો આરપાર થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ ટ્રેનના અન્ય મુસાફરો પણ દોડી આવ્યા હતા. તેમજ રેલવે પોલીસને આ ઘટના અંગે જાણકારી આપી હતી. મૃતક મુસાફરની ઓળખ સુલતાનપુરના રહેવાસી હરિકેશ દુબે તરીકે થઈ છે.

માહિતી મળતાની સાથે જ આરપીએફ અને સીઆરપીએફ સહિત રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી દોડી ગયા હતા અને ઘટનાની માહિતી મેળવવાનું શરૂ કર્યું હતું. સાથે જ મૃતકના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આરપીએફ સીઓ કેપી સિંહનું કહેવું છે કે નીલાંચલ એક્સપ્રેસ શુક્રવારે સવારે લગભગ 9.30 વાગ્યે અલીગઢ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર આવી હતી. આગળના જનરલ કોચમાં એક મુસાફર ઘાયલ થયો હોવાની માહિતી મળી હતી.

આ માહિતી પર આરપીએફ અને જીઆરપીની સાથે રેલવેના તમામ કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા. બીજા કોચમાં સીટ નંબર-15 પર મુસાફરી કરી રહેલા પેસેન્જરની ડાબી બાજુથી એક સળિયો ઘૂસી ગયો હતો, જે જમણી બાજુથી નીકળી ગયો હતો. ઘટનાસ્થળે જ જીઆરપીએ મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

આ બનાવ અંગે રેલવે પોલીસ વધુ માહિતી એકઠી કરી રહી છે. આ ઘટના ક્યારે અને ક્યાં બની હતી. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક સુલતાનપુરનો રહેવાસી છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે તે વિસ્તારમાં રેલવે દ્વારા ટ્રેક નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેનો મૃતદેહ અલીગઢ જંકશન સ્ટેશન પર રેલવે પોલીસને સોંપવામાં આવ્યો છે. મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે.

Most Popular

To Top