Top News

યુક્રેન યુદ્ધમાંથી રશિયાનો આ રીતે ફાયદો ઉઠાવશે ચીન, ઈરાન પર પ્રતિબંધ વખતે પણ ડ્રેગને વાપરી હતી ચાલાકી

નવી દિલ્હી: આ સમયે ભલે દુનિયાની નજર યુક્રેન (Ukraine) પર હુમલો (Attack) કરનાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના (Putin) દરેક પગલા પર હોય પરંતુ તેનો ખરો ફાયદો માત્ર ચીનને (China) જ થતો જોવા મળી રહ્યો છે. યુક્રેન પર હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં રશિયાના (Russia) હુમલા વિરુદ્ધ અમેરિકા (America) અને અલ્બેનિયા (Albania ) દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. રશિયાનો વીટો પડવાનો હતો પરંતુ ભારત, (India) ચીન અને યુનાઈટેડ આરબ અમીરાતે (UAE) મતદાનથી દૂર રહીને મોટો સંદેશ આપ્યો હતો. તે સ્પષ્ટ હતું કે એશિયાની (Asia) બે મહાસત્તાઓ આ મામલે રશિયા સાથે ઉભી જોવા મળી રહી છે.

  • રશિયા વિરુદ્ધ વોટ નહીં નાંખી રશિયાને સાચવ્યું અને અમેરિકાને વધુ હેરાન નહીં કર્યું
  • પશ્ચિમી દેશો રશિયા પર પ્રતિબંધ લાદશે તો ચીનને ફાયદો થશે

યુક્રેન પર હુમલા બાદ ભારતે તટસ્થ વલણ અપનાવ્યું છે. તેનું કારણ રશિયા સાથેની જૂની મિત્રતા અને S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો સપ્લાય છે. પરંતુ યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાને સમર્થન આપનાર ચીનને ખરો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા ઠરાવ વિરુદ્ધ મતદાન કરવાની તૈયારી કરી રહ્યું હતું. પરંતુ યુએસ તરફથી સંપર્ક કરવામાં આવ્યો હતો અને પછી વિરોધમાં મતદાન કરવાને બદલે, તેમણે દૂર રહેવાનું નક્કી કર્યું. આ રીતે ચીને એક તરફ ગેરહાજર રહીને રશિયાને સાચવી લીધું અને બીજી તરફ અમેરિકાને હેરાન ન કર્યું.

એટલું જ નહીં, રશિયા પર લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોથી પણ ચીનને ફાયદો થઈ રહ્યો છે. એક તરફ ચીને રશિયા પાસેથી ઘઉંની આયાતને મંજૂરી આપી છે, તો બીજી તરફ તે રશિયાના તેલ અને ગેસના ભંડાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. પશ્ચિમી દેશોમાંથી કોઈને પ્રતિબંધિત કરવાથી ચીનને કેવી રીતે ફાયદો થાય છે તેનું સૌથી મોટું ઉદાહરણ ઈરાન છે. ગયા વર્ષે ચીને ઈરાન સાથે $400 બિલિયનની ડીલ કરી હતી.

ઈરાન પર પ્રતિબંધ વખતે ચીને તેનો લાભ ઉઠાવ્યો હતો
આ અગાઉ જ્યારે ઈરાન પર પ્રતિબંધો લાગ્યા હતા ત્યારે ગયા વર્ષે ચીને ઈરાન સાથે 400 બિલિયન ડોલરનો સોદો કર્યો હતો. આ સોદા હેઠળ ચીને ઈરાનમાં ભારે રોકાણ કર્યું હતું અને તેના બદલામાં તેલની સપ્લાય અટકવી નહીં જોઈએ તેવી શરત મુકી હતી. પાછલા કેટલાંક વર્ષોમાં ઈરાન ચીન પર નિર્ભર થવા લાગ્યું છે. જોકે, ઈરાન પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. જો પશ્ચિમી દેશો રશિયા પર કડક પ્રતિબંધો લાદશે તો રશિયા પણ ચીન તરફ ઝૂકશે અને ચીન રશિયામાથી સસ્તું તેલ અને ગેસ આયાત કરતું રહેશે, તે જોતાં આ યુદ્ધથી ચીનને જ વધુ ફાયદો થતો હોવાનું લાગી રહ્યું છે.

Most Popular

To Top