Vadodara

પોલેન્ડ બોર્ડર પર શહેરનો રોનિક ભટ્ટ 3 દિ‘થી ભૂખ્યો

વડોદરા : યુક્રેનમાં ફસાઈ ગયેલા વડોદરા સહિત ભારતના અનેક વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર અટવાઈ ગયા છે. વડોદરામાં રહેતા જતીનભટ્ટનો પુત્ર રોનિક છેલ્લા ત્રણ દિવસથી ભૂખ્યો-તરસ્યો આમતેમ ભટકયા કરે છે. બીજી તરફ પોલેન્ડ બોર્ડર પાસે યુક્રેન આર્મી ભારતીય વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરી રહી છે.વડોદરાના જતિનભટ્ટે સરકાર અને સાંસદને મદદ માટે રજૂઆત કરી છે. સાથે સાથે ત્રણ દિવસથી ભૂખ્યા દીકરાની ચિંતામાં પરિવાર પણ કંઈ ખાતો નથી માતા સતત રડયા કરે છે. વડોદરાથી યુક્રેન અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ બોર્ડર પાર કરી પોલેન્ડ જવા ઉમટી પાડયા છે. જે પૈકી વડોદરા સહિત ભારતના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા જતીન ભટ્ટનો પુત્ર રોનિક છેલ્લાં બે વર્ષથી યુક્રેનમાં અભ્યાસ કરે છે.

રશિયાના હુમલા બાદ રોનિક પોલેન્ડ બોર્ડરની નજીક પહોંચ્યો છે, પરંતુ યુક્રેનમાંથી એક્ઝિટ સ્ટેમ્પ લેવા માટે તે બે દિવસથી લાઇનમાં ઊભો છે. અહીં મોટી સંખ્યામાં લોકો બોર્ડર પાર કરી પોલેન્ડમાં જવા માગે છે. જોકે યુક્રેનના એક્ઝિટ સ્ટેમ્પ માટે પડાપડીને કારણે ભારે અફરતફરીનો માહોલ સર્જાયો છે જેમાં યુક્રેન આર્મી પણ ભારતીય વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરી રહી હોવાનું પણ સામે આવ્યું  છે. ઉતેજના ભર્યા માહોલમાં રોનિક ભટ્ટ સહિત વડોદરા સહિત ભારતના અનેક બાળકો ભૂખ્યા તરસ્યા ભટક્યા કરે છે છતાંય તેવો પોલેન્ડ બોર્ડર પર જઈ શક્યા નથી. આ અંગે રોનિક ભટ્ટના પિતા જતીન ભટ્ટે સરકારને અપીલ છે કે અટવાયેલાઓ માટે વહેલી તકે ફ્લાઇટની સુવિધા કરવામાં આવે અને તેમને કોઇપણ રીતે વતન લઇ આવવામાં આવે પુત્ર પોલેન્ડ સરહદે અટવાઇ હતા. પરિવારજનો ખુબ ચિંતિત છે રીનિકને ત્યાં જમવાનું મળ્યું નથી એટલે અહીં પણ પરિવારના ગળેથી કોળિયો ઉતરતો નથી રોનિકની માતા પુત્રની ચિંતામાં સતત વલોપાત કરી રહી છે.

વર્ક પરમિટ પર યુક્રેન ગયેલો સૌરભ પરમાર વતન વાપસીની વાટમાં
વતન પરત આવવા માટે હાલ પોલેન્ડ સરહદ પાસે હજજારો વિદ્યાર્થીઓ અટવાયા છે. જેમાં વડોદરાથી વર્ક પરમિટ પર યુક્રેન ગયેલ સૌરભ પરમારનો પણ છે. સૌરભ પણ યુક્રેન-પોલેન્ડ બોર્ડર પર છેલ્લા ત્રણ દિવસથી ફસાયો છે વતન વાપસીની વાટ માં ચક્કર કાપી રહેલા સૌરભની ધીરજ પણ ખૂટવા લાગી છે સાથે સાથે ખાવા-પીવાની ચીજો પણ ખૂટવા લાગતા લોકોને ભૂખે મારવાનો વારો આવ્યો છે.

પોલેન્ડ સરહદ ઉપરથી યુવતીઓનો પ્રવેશ શરૂ કરાયો
વડોદરા સહિત ભારતના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પોલેન્ડ સરહદે ત્રણ દિવસથી ફસાયેલા છે ત્યારે આ વિધાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે . ભારતીય રાજદૂતે વિદ્યાર્થીઓને વિઝા વગર પોલેન્ડમાં એન્ટ્રીની છૂટ આપતા વિદ્યાર્થીઓના જીવમાં જીવ આવ્યો હતો. જોકે તબક્કાવાર રીતે સૌપ્રથમ યુવતીઓને પોલેન્ડ જવા માટે પાયોરિટી આપવામાં આવી રહી છે. જોકે બોયઝ સ્ટુડન્ટને હજુ પણ રોકી રાખવામાં આવ્યા છે જેને પગલે પરિવારજનોમાં ચિંતા છે.

Most Popular

To Top