SURAT

ઉકાઈ ડેમની સપાટી ઉપરવાસમાં સામાન્ય વરસાદ પછી પણ આટલા ફૂટ પહોંચી

સુરત : ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટી શુક્રવારે સાંજે 6 વાગે 333.61 ફૂટ હતી. જ્યારે રૂલ લેવલ 333 ફૂટ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉપરવાસમાં હાલમાં પણ સામાન્ય વરસાદ (Rain) વરસી રહ્યો છે. તેના કારણે ઉકાઈ ડેમમાં હજી પણ પાણીની (Water) આવક ચાલુ છે. હાલમાં શુક્રવારે સાંજે 6 વાગે ઉકાઈ ડેમની સપાટી 333.61 ફૂટ હતી. ડેમમાં ઇનફ્લો 96851 ક્યુસેક છે. જ્યારે આઉટફ્લો 53590 ક્યુસેક છે. જ્યારે કાકરાપાર વિયરની સપાટી શુક્રવારે સાંજે 164.10 ફૂટ હતી. જ્યારે તેમાંથી 52700 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાય છે.

સુરત જિલ્લામાં ઉમરપાડામાં 10 એમએમ, માંગરોળમાં 3 એમએમ અને સુરત સિટી-તાલુકામાં 2 એમએમ વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકાઓમાં વરસાદ નીલ રહ્યો છે. ઉપરવાસમાં ટેસ્કા વિસ્તારમાં 4.20 એમએમ, ચિખલધરામાં 13 એમએમ, લખપુરીમાં 4.20 એમએમ, નવાથામાં 2.40 એમએમ, સાવખેડામાં 2.60 એમએમ, ગીરનામાં 0.60 એમએમ, ધુલિયામાં 0.60 એમએમ, શાહદામાં 2.90 એમએમ, નંદુરબારમાં 5.80 એમએમ, અક્કલકૂવામાં 2.30 એમએમ, તલોદામાં 1.60 એમએમ, ઉકાઈમાં 3 એમએમ વરસાદ નોંધાયો છે અન્ય વિસ્તારમાં વરસાદ નીલ છે.

ચીખલીના ફડવેલમાં તળાવની તોડી નંખાતા 10 થી 15 મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા
ઘેજ : ચીખલી તાલુકાના ફડવેલમાં ચોમાસા પૂર્વે તળાવની તોડી નાંખવામાં આવેલી પાળને તાકીદે બંધ કરવા માટે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર, ડીડીઓ, ટીડીઓ, સહિતનાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ફડવેલના તાલુકા પંચાયત સભ્ય મહેશભાઈ સહિતના ગ્રામજનોએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે હનુમાનજી મંદિર પાસે આવેલી તળાવની પાળને તોડી – ફોડીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેના પગલે હાલે ચોમાસામાં સામરા દેવ ભૂતિયા ટેકરા ફળિયામાં 10 થી 15 મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. હજુ સીઝન બાકી છે. ક્યારેક મોટી જાનહાનિ થાય તે કહી શકાય તેમ નથી. ફડવેલ ગ્રામ પંચાયતની બેદરકારીથી શ્રમજીવી પરિવારો ભય હેઠળ જીવે છે. ઘણા ગરીબ શ્રમજીવી પરિવારના કાચા ઘરો હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે રહ્યો છે. સરકાર દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સુજલામ- સુફલામ જેવી યોજનાઓ અમલમાં મૂકી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. બીજી તરફ ફડવેલમાં તળાવમાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ તળાવની તોડી નંખાયેલી પાળને તાકીદે બંધ કરવા માટેની માંગ કરી છે ત્યારે હવે તંત્રનું પેટનું પાણી હાલશે કે કેમ તે જોવું રહ્યું.

ચોમાસા પૂર્વે રજૂઆત છતાં ટીડીઓએ ધરાર અવગણના કરી!
ફડવેલના તળાવની પાળ બંધ કરાવવા ચોમાસા પૂર્વે તાલુકા સભ્ય દ્વારા રજૂઆત કરવા છતાં ટીડીઓએ ધરાર અવગણના કરી કોઇ જ કાર્યવાહી કરી ન હતી. વરસાદી પાણીના સંગ્રહ માટે સરકાર સતત પ્રયત્નશીલ હોય છે. જો કે તળાવની પાળ તોડનારાઓની પાણીના સંગ્રહનું મહત્વ કદાચ ખબર ન હોય પરંતુ ટીડીઓ જેવા ઉચ્ચ અધિકારીને પણ ખબર ન હશે! ફડવેલમાં તળાવના પાણી શ્રમજીવી પરિવારનો ઘરોમાં અને આજુબાજુમાં ભરાતા તેઓ સતત ભયના ઓથાર હેઠળ છે. ત્યારે પાણી વહી ગાય બાદ પણ પાળ બંધાવવા માટે ટીડીઓ ગંભીરતા દાખવશે કે કેમ તે જોવું રહ્યું.

Most Popular

To Top