SURAT

છેલ્લાં 21 વર્ષમાં એક જ વાર ઉકાઈ ડેમમાં બનેલી ઘટના આ વર્ષે ફરી બનતા સુરતના લોકો ખુશ

સુરત (Surat) : રવિવારે બીજી ઓક્ટોબરે ઉકાઇ ડેમની (Ukai Dam) સપાટી 345 ફૂટે પહોંચતા તંત્રને આવતા બે વર્ષની રાહત થઈ છે ખાસ કરીને ખેડૂતોનું (Farmers) ટેન્શન દૂર થયું છે. છેલ્લા 22 વર્ષમાં ઓક્ટોબર (October) મહિનાના પ્રારંભમાં ડેમ છલોછલ ભરાયાનો બીજી વખત રેકોર્ડ (Record) થયો છે. જો કે, આ પહેલા વર્ષ 2020ના ઓક્ટોબર મહિના પ્રારંભમાં 345 ફૂટ પર પહોંચ્યું હતું.

દક્ષિણ ગુજરાતની (South Gujarat) જીવાદોરી એવા ઉકાઇ ડેમ માત્ર ખેડૂતો જ નહીં, પણ એક કરોડ લોકોની તરસ છીપાવે છે. એટલું જ નહીં, 100થી વધારે ઔદ્યોગિક સંસ્થાઓને પાણી પણ ઉકાઇ ડેમ જ પહોંચાડે છે. આમ, ઉકાઇ ડેમનો ત્રિવિધ ઉપયોગ થઈ રહ્યો છે. આ વખતે ઉકાઇ ડેમમાં કેચમેન્ટમાં જૂન મહિનાથી જ વરસાદ થઈ ગયો હતો. સૌથી પહેલા ગત 30 જૂન, 2022ના રોજ પાણીની આવક એક હજાર ક્યુસેક નોંધાઇ હતી. જે પછી આજ સુધી ઉકાઇ ડેમમાં સતત પાણીની આવક વધતી જ રહી હતી.

જો કે, આ સમયગાળા વચ્ચે જ એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. દરમિયાન બીજી ઓક્ટોબર, 2022ના રોજ સવારે 6 વાગ્યો ઉકાઇ ડેમની સપાટી ભયજનક લેવલ 345 ફૂટે પહોંચી ગઈ હતી. જેને કારણે ડેમ છલોછલ થઈ ગયો હતો. આમ, ડેમની પાણીની ભયજનક સપાટી જોતા તંત્ર દ્વારા આગામી દિવસોમાં જેટલું પણ પાણી આવશે એટલું પાણી છોડી દેવાશે એવો નિર્ણય કરાયો હોવાનું જાણવા મળ્યું છે. 2 ઓક્ટોબર, 2022ના રવિવારે 16 હજાર ક્યુસેક પાણીની આવક આવતા જ હાઇડ્રોમાં છોડવામાં આવ્યું હતું. હાલમાં ચોમાસું વિદાય તરફ છે. પણ આગામી દિવસોમાં પાણીની આવે તો પણ નવાઇ નહીં.

છેલ્લા 22 વર્ષના બીજી ઓક્ટોબરના ઊકાઇ ડેમની માહિતી

  • વર્ષ ઓક્ટોબર
  • 2001 319.00
  • 2002 339.41
  • 2003 343.36
  • 2004 330.54
  • 2005 342.18
  • 2006 342.19
  • 2007 343.11
  • 2008 334.78
  • 2009 324.55
  • 2010 339.84
  • 2011 342.18
  • 2012 341.83
  • 2013 342.97
  • 2014 339.95
  • 2015 335.67
  • 2016 338.97
  • 2017 323.07
  • 2018 318.61
  • 2019 344.17
  • 2020 345.00
  • 2021 343.30
  • 2022 345.00

માત્ર પીવા માટે વપરાય તો આગામી 15 વર્ષ પાણી ચાલશે
ઉકાઈ ડેમ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે આશિર્વાદરૂપ છે. શહેરમાં વર્ષે પીવાના પાણી માટેનો વપરાશ 400 એમસીએમ છે. ચાલું વર્ષે ડેમ 100 ટકા ભરાયો છે. જો ડેમમાંથી સુરતને માત્ર પીવા માટે પાણી વપરાય તો આગામી 15 વર્ષ સુધી પાણી ચાલશે.

છેલ્લા ચાર વર્ષથી સિઝનના અંતે છલોછલ ભરાઇ છે
ઉકાઇ ડેમના ઉપરવાસમાં સારો વરસાદ વરસતા ડેમ છલોછલ ભરાયો છે. ડેમ છેલ્લા ચાર વર્ષથી સિઝનના અંતે છલોછલ ભરાઇ છે. આ વર્ષે પણ આ સિલસિલો યથાવત રહેતા ડેમની સપાટી 345 ફૂટને ટચ કર્યું હતું. આમ, ડેમ 100 ટકા ભરાતા પીવાના પાણી, ખેતીવાડી અને ઓદ્યોગિક એકમોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.

Most Popular

To Top