National

મધ્યપ્રદેશમાં હનુમાનજીની મૂર્તિની સ્થાપના મામલે બે સમુદાયો વચ્ચે હિંસા: 144ની કલમ લાગુ

નીમચ: હાલમાં દેશના અનેક શહેરોમાંથી સાંપ્રદાયિક અથડામણની ઘટનાઓ સામે આવી રહી છે. મધ્યપ્રદેશના (Madhypradesh) નીમચમાં (Neemuch) દરગાહ (Dargah) પાસે હનુમાનજીની મૂર્તિની (Hanuman Murti) સ્થાપનાને લઈને વિવાદનો મામલો સામે આવ્યો છે. નીમચમાં જુની કોર્ટ વિસ્તારમાં આવેલી દરગાહ પાસે સોમવારે રાત્રે આ વિવાદ થયો હતો. આ પછી વિસ્તારમાં બે સમુદાયો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. વિવાદ અટલો વધી ગયો હતો કે વ્યક્તિના ટોળાએ બાઇકને આગ ચાંપીમાં આવી હતી. પોલીસને માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી સ્થિતિ કાબૂમાં લેવાની કોશિશ કરી હતી. હાલમાં પોલીસ દ્વારા શહેરમાં કલમ 144 (Section 144) લાગુ કરી દેવામાં આવી છે.

જાણો શું હતો મામલો?
મધ્યપ્રદેશના ખરગોન અને સેંધવા શહેર બાદ હવે નીમચમાં પણ સાંપ્રદાયિક અથડામણની ઘટના બની છે. વાસ્તવમાં નીમચના જૂની કોર્ટ વિસ્તારમાં લગભગ પાંચ હજાર ચોરસ ફૂટની સરકારી જમીન પર દરગાહ આવેલી છે. દરગાહની જમીનને અડીને આવેલી જમીનમાં કેટલાક લોકો સોમવારે સાંજે 5 વાગ્યાની આસપાસ હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરતા હતા. તેથી તે સમયે દરગાહના હાજર લોકોએ તેનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન બંને સમુદાયના લોકો આવી પહોંચીયા અને તેમની વચ્ચે દલીલો શરૂ થઈ. રાત્રે 8 વાગ્યાની આસપાસ આ વિવાદ વકર્યો હતો અને તે બાદ પથ્થરમારો શરૂ થયો હતો. તેમાંથી અમુક બદમાશોએ એક બાઇકને આગ ચાંપી દીધી હતી.

144ની કલામ લાગુ કરવામાં આવી
મધ્યપ્રદેશના નીમચના જૂની કોર્ટ વિસ્તારમાં મૂર્તિના સ્થાપન બાબતે થયેલા વિવાદ બાદ પોલીસે પોલીસ કંટ્રોલ રૂમથી ફોન કરીને બંને પક્ષોને સમજાવ્યા હતા. પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ સ્થળ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો તેથી પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. વધતા વિવાદની માહિતી મળતા પોલીસ ફોર્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ વકરતી પરિસ્થિતિને કાબુમાં કરવા માટે પોલિસે દુકાનો બંધ કરાવી અને ટીયરગેસના શેલનો ઉપયોગ કર્યો હતો. ઉપરાંત ટોળાને વિખેરવા માટે લાકડીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ આ પથ્થરમારામાં નીમચ ટીઆઈ ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. તેમજ ત્યાં હાલમાં પોલીસે 144ની કલામ પણ લાગુ કરી દીધી છે. આ સાથે સંવેદનશીલ વિસ્તારોમાં પર્સન પોલીસ ડ્રોન કેમેરા અને સીસીટીવીથી નજર રાખી રહી છે. હાલમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

Most Popular

To Top