Gujarat

હાર્દિક પટેલ નારાજ: ટ્વીટર પ્રોફાઈલમાંથી હોદ્દો-કોંગ્રેસનું ચિન્હ હટાવી દીધું

ગાંધીનગર: તાજેતરમાં જ કોંગ્રેસના (Congress) કાર્યાકારી પ્રમુખ હાર્દિક પટેલે (Hardik Patel) વિરમગામ ખાતે કહ્યું હતું કે હું કોંગ્રેસમાં (Congress) જ છું. હવે આગામી તા.10મી મેના લોજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દાહોદ ખાટે આદિવાસી અધિકારી રેલીમાં આવી રહ્યા છે તે પૂર્વે ફરીથી હાર્દિકે નારાજગીના સૂર વ્યકત્ત કર્યા છે. આજે હાર્દિક પટેલે પોતાની ટવીટ્ટર પ્રોફાઈલમાંથી પોતાનો હોદ્દો તથા કોંગ્રેસનો ઉલ્લેખ પણ હટાવી દીધો છે.

અગાઉ હાર્દિકે અમદાવાદમાં કહ્યું હતું કે કોંગ્રેસના જ કેટલાંક નેતાઓ મને પરેશાન કરી રહ્યા છે. કોંગ્રેસના કેટલાંક નેતાઓ એવુ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉ. રાહુલ ગાંધી નજીકના દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે હાર્દિક પટેલની નારાજગીના પગલે નવા જુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. એક તબક્કે તાજોતરમાં જ કોંગ્રેસના સિનિયર અગ્રણી ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે હાર્દિક પટેલ કે નરેશ પટેલને મુખ્યમંત્રી નાવો તો પણ મને વાંધો નથી. કારણ કે કોંગ્રેસનો મુખ્યમંત્રી બને તેમાં હું રાજી કે આનંદિત છું.

Most Popular

To Top