Vadodara

આજના યુવાનોને વિદેશ જવાની ઘેલછા, દેખાદેખી કે મજબુરી ? ધર્મગુરુ

વડોદરા : ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે સ્થળાંતર કરવાનું વધતું વલણ મનસ્વીપણું છે કે જરૂરિયાત ?આ અંગે માહિતી આપતા પ.પૂ.ડો.જ્યોતિર્થનાથજી મહારાજે જણાવ્યું હતું કે આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે અને તેનો જવાબ વ્યક્તિગત પરિસ્થિતિઓ પર આધારિત છે.આ વિષય ઊંડી તપાસ માંગી લે તેમ છે.કેટલાક લોકો માને છે કે ભારતીય વિદ્યાર્થીઓએ ભારતમાં જ અભ્યાસ કરવો જોઈએ,કારણ કે તેઓ તેમના દેશમાં જરૂરી શિક્ષણ મેળવી શકે છે.

તેઓ એ પણ દલીલ કરે છે કે વિદેશમાં અભ્યાસ કરવાનો ખર્ચ ખૂબ મોંઘો છે અને તે ભારતીય વિદ્યાર્થીઓ માટે ખર્ચાળ છે.હવે,ભારતમાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવામાં આવી છે અને ભારતમાં વધુને વધુ સારી યુનિવર્સિટીઓ ઉભી થઈ રહી છે.જો કે ભારતીય અર્થતંત્ર હજુ પણ વિકસિત થઈ રહ્યું છે અને ત્યાં હજુ પણ ઘણા રોજગારની તકો નથી.આનો અર્થ એ છે કે ભારતીય વિદ્યાર્થીઓ જેઓ વિદેશમાં અભ્યાસ કરે છે.તેઓ વધુ સારી નોકરીઓ મેળવવાની સંભાવના ધરાવે છે.પણ આ ભ્રામક છે.વિદેશમાં જતાં વિદ્યાર્થીઓના જીવન પર નજર નાખો ત્યારે ખબર પડે કે કેમનું ત્યાં જીવે છે ? અને કેટલી કાળી મજુરી ત્યાં જઈ ને કરે છે.

તાજેતરના વર્ષોમાં ઉચ્ચ શિક્ષણ માટે વિદેશી દેશોમાં સ્થળાંતર કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.૨૦૨૨માં અંદાજિત ૭.૫ લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા હતા.જે ૨૦૨૧ કરતા ૬૯% વધારે છે.ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી વધુ લોકપ્રિય સ્થળો યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ છે.જે આપડા માટે ચિંતા જનક છે.ખરેખર આ બાબત ખુબજ ગંભીર છે.ભારતીય વિદ્યાર્થીઓએ વિદેશમાં અભ્યાસ કરવાનું કે નહીં તેનો નિર્ણય તેમની પોતાની વ્યક્તિગત પરિસ્થિતિઓના આધારે લેવો જોઈએ.જો તેઓ ભારતમાં સારી શિક્ષણ મેળવી શકે છે અને તેમને ભારતમાં જ નોકરી મળી શકે છે તો તેઓ ભારતમાં જ રહેવું પસંદ કરી શકે છે.

જો કે જો તેઓ વિશ્વ-કક્ષાની શિક્ષણ મેળવવા અને વધુ સારા નોકરીઓ મેળવવા માંગતા હોય તો તેઓ વિદેશમાં અભ્યાસ કરવાનું પસંદ કરી શકે છે.અહી રહીનેજ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકાય.પણ દેખા દેખી કે ખોટી દોડમાં આપણે જીવન ખોટા રસ્તે લઇ જઈએ છે.અહી દેવું કરી ત્યાં અભ્યાસ કરવા જવાનું ત્યાં મજૂરી કરી ભણવાનું અને સરવાળે મુર્ખ તો ત્યાં પણ બનવાનું જ કે ત્યાં પણ ભણ્યા પ્રમાણે તો જોબ મળતી નથી મોટેલમાં ,સ્ટોરમાં કે પબમાં નોકરી કરવી પડે છે.વિચારવાનું તમારે છે કે આ ઘેલછામાં કે દેખાદેખીમાં મુર્ખ બનવું કે અહી શાંતિની પ્રતિભાશાળી જિંદગી જીવવી.

Most Popular

To Top