Charchapatra

આવતી કાલ માટે આજે પાણી બચાવો

સમગ્ર વિશ્વમાં 22 માર્ચને વિશ્વ જળ દિન તરીકે મનાવવામાં આવે છે. જે ગયા અઠવાડિયે જ વીતી ગયો. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો છે. જળનું મહત્વ સમજાવવાનો અને જળને વેડફાતુ અટકાવવાનો છે.

જળ દિન પ્રતિદિન ઓછું થઇ રહયું છે. માણસ જ જળનો અવિચારીપણે બેફામ ઉપયોગ કરે છે. વર્તમાન સમયમાં જળ સમસ્યા દિન પ્રતિદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે. ત્યારે પાણીનો બગાડ ન થાય, રીસાયકલ કરી પુન: ઉપયોગ થાય. પાણીનું યોગ્ય વ્યવસ્થાપન થાય. પાણી બચાવવા માટે લોકજાગૃતિ કેળવાય એ ખૂબ જ જરૂરી છે.

બાકી આપણા બાપદાદાઓએ પાણીને નદીમાં જોયું છે. પિતાએ કુવામાં જોયું છે. આપણે નળમાં જોયું છે. નવી પેઢી બોટલમાં જુએ છે, અને આવનારી પેઢી ખબર નહીં કયાં જોશે!? પાણીને આજે જો બચાવીશું નહીં તો આવતી કાલ સમગ્ર જીવ સૃષ્ટિ માટે કપરી છે.

બામણિયા        – મુકેશ બી. મહેતા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top