Charchapatra

ગાયના ગોબર – મૂત્ર – વૈદિક ઉપચાર

ગાયના ગોબર પર ઘી લગાવી હવન કરવાથી કોરોના વાયરસની અસરથી મુકત રહી શકાય છે એવા મધ્યપ્રદેશના મહિલા ઉર્જા મંત્રીના કથનથી વિવાદ થયાનું વર્તમાનપત્રમાં વાંચવામાં આવ્યું. જોકે આ કથન સત્યની ખૂબ જ નજીક હોવાનું કહેવામાં કંઇ અતિશ્યોિકત થતી નથી.

નાનપણમાં ભાવતી ગળપણવાળી મીઠી વાની ઠાંસીને ખાવાથી બાદી (અપચો) થાય અને હાથનાં આંગળા પર ગૂમડાં ઉપસી આવે ત્યારે વડીલો ગમાણમાં લઇ જઇને ગાયનાં છાણ – મૂત્રથી ભરાયેલા ખાડામાં હાથ બોળાવતા જેનાથી ચામડીના કઠણ છોડાં (ભિંગડા) છૂટા પડવાથી ગૂમડાં નાશ પામે છે,.

જેનો હું પ્રત્યક્ષ પુરાવો છું. એમ કહેવામાં મને લેશમાત્ર સંકોચ થતો નથી. મૃત્યુ પામેલી વ્યકિતની ઉત્તરક્રિયાની સમાપ્તિ વખતે ગાયનું મૂત્ર છાંટીને ઘરને શુદ્ધ કરવાની વિધિ થાય છે, તેની પાછળ પણ વૈદિક કારણ હોઇ શકે છે જે અંગે વિદ્વાન ગોર (પુરોહિત) વધુ પ્રકાશ પાડીને લોકસેવાના હકદાર બની શકે છે.

સુરત     – જ. દ. શીંગ્લોત             -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top