Charchapatra

આજ લગી, અને હવે

જીવન હકિકતમાં સંજોગા-પરિસ્થિતિ સાથે મેળ કરી, અનુકુળતા કેળવી પસાર કરવાની. બલ્કે અનુકુલન સાધી જીવન સરળ ઓછું કસ્ટમય બનાવવાની ઘટમાળ છે. વાચકોને રસિક બનાવવા વર્તમાનપત્ર વિદ્યાર્થી, યુવાન આધેડ, વયસ્ક સૌને જકડી રાખવા પ્રયત્નશીલ રહે. તાજેતરમાં સુરતના અખબાર ગુજરાતમિત્રએ અનેક પરિસ્થિતિઓનો સામનો કરી 161ના વર્ષમાં પ્રવેશ એ નાની સૂની વાત નથી. 75, 80, 85 વર્ષો જીવનના વટાવી ગયેલ અને ચાલુ સદીમાં જન્મેલ સૌને ઇતિહાસ સસિત્ર દર્શાવી આસપાસનું કુદરતી ગ્રામ્ય સૌંદર્ય વિગતે પ્રકટ કરી અલભ્ય સેવા આપે છે.

ઉદાહરણ તરીકે ઇતિહાસના અનેક પ્રસંગો શોધી શોધી પ્રસ્તુત કર્યા છે. 1લી જુલાઇ 1945ના એકમાં ‘વિશ્વ સલામતીનો દસ્તાવેજ’ જૂની હયાત પેઢીનો પ્રેમ લગાવ, (ચાલે જ નહીં અના વિના) આ પરિસ્થિતિનું સર્જન કરી ટકાવવું સહેલીવાત નથી. વર્ષોથી જમણ માટે પ્રખ્યાત સુરતનું ફરસાણ પણ વર્તમાનપત્ર ચૂકયું નથી. વિવિધ વ્યવસાયોનો વિકાસ સુદ્ધા સમાવી લીધો. 1975માં દેશના કટોકટી લાદવામાં આવી. નેતાઓ જય પ્રકાશ, મોરારજી દેસાઇ લાલકૃષ્ણ અડવાણી ચંદ્રશેખર જેવા ટોચના વિરોધપક્ષના નેતાઓની ધરપકડ કરાઈ. આવા ઐતિહાસિક અનેક સચિત્ર એહવાલો આ વર્તમાન પત્રમાં પુન: પ્રગટ થાય છે. જાણકારી મળે. યુવાવર્ગ તેનાથી પરિપિત થાય.

જેઓ 80ની આસપાસ હયાત છે તેમને પરિવર્તન સ્પષ્ટ દેખાય છે. સદગત ભગવતીકુમાર શર્મા, શશીકાંત શાહ, ગનીચાચા, રતીલાલ અનીલ, કુંજવિહારી મહેતા માનનીય ગુણવંત શાહ અને એવાં અનેકની ગેરહાજરી સાલે છે, વાંચકને પરિવર્તનના લાભા લાભ સ્વિકારી સંબંધ ટકાવવો અનિવાર્ય છે. આટલી મંઝીલ તો કાપી જુઓ? લોંગફેલો એ સુંદર વાત કરી છે. ‘ભવિષ્ય ગમે તેટલું સોનેરી દેખાતું હોય, પરંતુ તેમાં વિશ્વાસ ન મુકવો, વિતી ગયેલ ભૂતકાળને સમજણ પૂર્વક ભૂલી જવો. અને મન મક્કમ રાખી વર્તમાન કાળમાં કાર્યશીલ રહેવું વિકાસની મંઝીલ અનુશાસન વેડ હાથવગી બની છે. અભિનંદન-ધન્યવાદ આજ લગી અને હવે પણ મિત્ર.
અડાજણ – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top