Charchapatra

આવું નિર્જળા રહી તપ કરવા સ્થિતપ્રજ્ઞતાની જરૂર છે

પર્યુષણનું પાવન પર્વ ચાલી રહ્યું છે. જગતમાં જો કયાંય પણ પ્રેમ અને અહિંસાનો સંદેશ જો મળતો હોય તો તે ભગવાન મહાવીર દ્વારા જ મળી રહ્યો છે. આજે આખા વિશ્વમાં યુધ્ધ ચાલી રહ્યાં છે. જયાં ત્યાં રકતોની નદીઓ વહે છે. યુક્રેન, રશિયા, અફઘાનિસ્તાન, તાલીબાન, ચીન, તાઇવાન, ભારત પાકિસ્તાન, ઉ.કોરીયા, દ. કોરીયા વગેરે. આ રકતરંજિત દેશો અશાંતિના સાગરમાં જીવી રહ્યા છે. ત્યારે ભારતમાં જ જન્મ લીધેલા એવા મહાવીર સ્વામીના દેશમાં જ આસપાસના કટ્ટર પંથીઓ સમયે સમયે આતંક ફેલાવીને હિંસા કરી રહ્યા છે. ભગવાન મહાવીર તો ક્ષમાના સ્વામી છે. સદા ક્ષમા કરવા જ કહે છે. આ દેશમાં તો તેમના સૂત્રને કમસેકમ તમે પાળો! વેર વેરથી જ વધે છે તો ક્ષમા વીરોનું ભૂષણ છે. ભગવાન એક રાજપુરુષ હતા. મહેલોમાં જીવેલા પરંતુ ત્યાગ અને તપ દ્વારા લોકોનું કલ્યાણ કરવા દીક્ષા લઇ શરીર પર અનેક કષ્ટોનું આવરણ ઓઢી લીધું. આજે પણ જૈનો અઠ્ઠઇ, માસ ખમણ, ઉપવાસ, બેલા, પાણી વિનાના તપ અને ઉપવાસ વગેરેને અનુસરી કઠીન તપસ્યા કરે છે. શું બીજા લોકો આવું કરી શકે? સ્થિતપ્રજ્ઞો જ આવું કરી શકે.
સુરત              – જયા રાણા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top