Dakshin Gujarat

ડેડીયાપાડામાં કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ કુટુંબના ત્રણ સભ્યોના મોત

નર્મદા: ડેડીયાપાડાના (Dediyapada) નિગટમાં એક ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. નિગટમાં કાર (Car) અને મોટરસાઇક્લ (Bike) વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના (Family) ત્રણ સભ્યોના કરૂણ મોત (Death) નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કારચાલક નશાની હાલતમાં હતો અને તેની કારમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવ્યો છે. ત્યારે આ અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ડેડીયાપાડાની નિગટ નજીક રામેશ્વર હોટલ પાસે ગઈકાલે મોડી રાત્રે કાર અને મોટરસાઇક્લ વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. GJ 06 HL 5867 નંબર પ્લેટવાળી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેમાં કારનો આગળ બોન્ટનો ભાગ તૂટી ગયો હતો. જોરદાર અકસ્માત સર્જાતા આસપાસના લોકો ઘટના સ્થળે હાજર થઈ ગયા હતા. અકસ્માતમાં ઘાયલ પરિવારને બચાવવાની કામગીરી સ્થાનિકોએ શરૂ કરી હતી. પરંતુ ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. આ સાથે જ ઘટનાની જાણકારી પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિવાર ક્યાંનો છે અને ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો. તેમજ પોલીસ કારચાલકની પણ તપાસ શરૂ કરી દીધી છે.

સ્થાનિક તેમજ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કારચાલક દારૂના નશામાં ધૂત હતો. અને કદાચ આ અકસ્માત તેણે દારૂના નશામાં કર્યો હોવાનું કહેવામાંં આવી રહ્યું છે. ત્યારે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે કારમાંથી બિયરના કેન તેમજ દારૂની બોટલ પણ મળી આવી હતી. શું કારચાલક દારૂના નશામાં કાર ચલાવી રહ્યો હતો કે પોલીસથી બચવા માટે તે કાર ફૂલ સ્પીડમાં ચલાવી રહ્યો હતો અને આ અકસ્માત સર્જાયો હતો. આ તમામ શંકાના આધારે પોલીસ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસે મૃતદેહને કબજે લીધો હતા. તેમજ પોસ્ટમોર્ટમ મૃતદેહને સિવિલ ખસેડવામાં આવ્યા છે.

Most Popular

To Top