Sports

આપણો મહંમદ સલીમ પેલે, મેરાડોના જેવો જ હતો

ફૂટબોલ વર્લ્ડ કપ 2022નો ક્રેઝ ચરમસીમાએ પહોંચી ગયો છે. સોશિયલ મીડિયાથી લઈને ગલીના ખૂણે, દરેક ફૂટબોલ ચાહક લિયોનેલ મેસીની ટીમ આર્જેન્ટિનાની ચોંકાવનારી હારની ચર્ચા કરતા જોઈ શકાય છે. સાઉદી અરેબિયાને તેને 2-1થી
હરાવીને દુનિયાને ચોંકાવી દીધી હતી. ભારતમાં મેસીના ચાહકોની કોઈ કમી નથી. એક સમય એવો પણ હતો જ્યારે યુરોપ ભારતીય ફૂટબોલરો માટે પાગલ હતું. હા, ભલે તમને વિશ્વાસ ન થાય પણ આ વાત સાચી છે. તે સમયે ભારતના મહંમદ સલીમને ફૂટબોલનો જાદુગર કહેવામાં આવતો હતો. આજે પણ યુરોપમાં મહંમદ સલીમનું નામ આદરથી લેવામાં આવે છે.
અત્યાર સુધી માત્ર 31 ભારતીયો જ યુરોપિયન ક્લબ માટે રમ્યા છે, જેમાં સલીમ પ્રથમ હતો ભારતના માત્ર 31 ખેલાડીઓ યુરોપિયન ક્લબ માટે રમ્યા છે. આ યાદીમાં બધાને પહેલું નામ ભાઈચુંગ ભૂટિયાનું યાદ આવે છે.

જેને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનને 1999માં ઇંગ્લિશ સેકન્ડ ડિવિઝન માટે સાઇન કરવામાં આવ્યો હતો. તેણે નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડ માટે 46 મેચ રમી હતી. જોકે, યુરોપમાં રમવાનો મોકો મેળવનાર તે પ્રથમ ભારતીય નહોતો. પ્રખ્યાત સ્કોટિશ ક્લબ માટે બે મેચ રમી ચૂકેલા સલીમે 63 વર્ષ પહેલા આ ગૌરવ મળ્યું હતું. તેણે મોટી સ્કોટિશ ક્લબ સેલ્ટિક માટે યુરોપમાં બે મેચ રમી હતી. સલીમ એવો ખેલાડી હતો જે ઉઘાડા પગે રમ્યો હતો. તે બુટને બદલે પગમાં પાટો બાંધતો અને પછી મેદાનમાં બોલને પોતાની ઈચ્છા મુજબ ડાન્સ કરાવતો હતો. દરેક વ્યક્તિ તેની કુશળતાના ચાહક હતા. તેની રમત જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

એન્ટ્રી ધમાકેદાર હતી, સલીમ મોહમ્મડન ક્લબનો જાણે કે રાજકુમાર હતો
1994 માં કોલકાતામાં જન્મેલા, સલીમે ફાર્માસિસ્ટ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી, પરંતુ ટૂંક સમયમાં જ પોતાના પ્રથમ પ્રેમ ફૂટબોલ તરફ વળ્યા. 22 વર્ષની ઉંમરે 1926માં ચિત્તરંજન ફૂટબોલ ક્લબમાં સલીમ જોડાયા અને પ્રખ્યાત મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ, સ્પોર્ટિંગ યુનિયન, ઈસ્ટ બંગાળ ક્લબ અને આર્યન ક્લબ માટે પણ રમ્યા. 1934માં, સલીમે કલકત્તા ફૂટબોલ લીગમાં મોહમ્મડન ક્લબ માટે પ્રથમ 5 મેચ જીતી હતી.

ભારતની આઝાદી પહેલા ખુલ્લા પગે રમીને અંગ્રેજોને હંફાવી દીધા હતા
જ્યારે ભારત બ્રિટિશ શાસનથી આઝાદી માટે સંઘર્ષ કરી રહ્યું હતું અને કલકત્તા લીગની વિજેતા માત્ર બ્રિટિશ ટીમો હતી. તેમાં ડરહામ લાઇટ ઇન્ફન્ટ્રી અને બ્રિટિશ આર્મીની નોર્થ સ્ટેફોર્ડશાયર રેજિમેન્ટનો સમાવેશ થતો હતો. 1934માં જ્યારે મોહમ્મડન ક્લબે ટાઈટલ જીત્યું ત્યારે આખી દુનિયાને આશ્ચર્ય થયું હતું. આ જીત આશ્ચર્યજનક પણ હતી કારણ કે ભારતીય ખેલાડીઓ ખુલ્લા પગે રમી રહ્યા હતા, જ્યારે અંગ્રેજો જૂતા પહેરી રહ્યા હતા. તે ભારતમાં ફૂટબોલ માટે સમય બદલવાના એંધાણ હતા. .

ચીન સામેની મેચ અને સલીમ ગાયબ થઇને નવા પ્રવાસે ઉપડી ગયો
1936માં મોહમ્મડન સાથે તેનું ત્રીજું ટાઇટલ જીત્યા પછી, સલીમને તે વર્ષે બર્લિનમાં ઓલિમ્પિક ગેમ્સ પહેલા ચીની ઓલિમ્પિક ટીમ સામે બે પ્રદર્શન મેચ રમવા માટે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. ચીન પણ સલીમની રમતનું ચાહક બની ગયું હતું. જોકે, બીજી ગેમ પહેલા તે રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો. ઇન્ડિયન ફૂટબોલ એસોસિએશને અખબારોમાં પ્રસિદ્ધ કરીને તેને શોધવા માટેના પ્રયાસ કર્યા હતા, પરંતુ તે કોઈ અન્ય સફરે રવાના થયો હતો.

સલીમ ઇતિહાસ રચવાના માર્ગે એક નવી સફરે રવાના થયો હતો
સલીમ સ્કોટિશ જાયન્ટ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન સેલ્ટિક માટે ટ્રાયલ માટે ગ્લાસગો જઈ રહ્યો હતો. સલીમનો ભાઈ હાશિમ, જે ગ્લાસગોની પશ્ચિમે સ્કોટ ટાઉનમાં દુકાનદાર હતો, તે સમયે કલકત્તામાં રજા પર આવ્યો હતો અને તેણે ચાઈનીઝ સામે તેના ભાઈનું પ્રદર્શન જોઈને સલીમને બ્રિટિશ સ્ટીમરમાં સ્કોટલેન્ડ જવા માટે રાજી કર્યા હતા. હાશિમે સુપ્રસિદ્ધ સેલ્ટિક મેનેજર વિલી મેલે સાથે વાત કરી હતી, જેઓ 1897 થી 1940 સુધીના અકલ્પનીય 43 વર્ષ માટે પ્રભારી રહ્યા હતા અને 30 મોટી ટ્રોફી જીતી હતી.

ભારતથી એક મહાન ખેલાડી આવ્યો છે, ખુલ્લા પગે બોલને નચાવે છે
હાશિમે માલેને કહ્યું હતું કે ભારતનો એક મહાન ખેલાડી વહાણમાં આવ્યો છે. શું તમે તેને અજમાયશની તક આપશો? પરંતુ એક નાની સમસ્યા છે. સલીમ ખુલ્લા પગે રમે છે. મેનેજમેન્ટે સલીમને ટ્રાયલ માટે તક આપવાનું નક્કી કર્યું. બાદમાં સ્કોટિશ ફૂટબોલ એસોસિએશને જૂતા વગર રમવાની પરવાનગી આપવી પડી હતી. મેચ પહેલા, પ્રખ્યાત ફોટો સેલ્ટિકના આસિસ્ટન્ટ મેનેજર જીમી મેકમેનેમીના ફોટોગ્રાફરે સલીમના પગને પટ્ટીઓમાં કાળજીપૂર્વક લપેટીને કેપ્ચર કર્યા હતા.

પગમાં પાટા બાધીનેં મેદાને ઉતરી સલીમે પોતાના જાદુથી બધાને દીવાના બનાવ્યા
28 ઓગસ્ટ 1936ના રોજ સલીમ સેલ્ટિક પાર્કમાં ગેલેસ્ટોન સામે એલાયન્સ લીગની રમતમાં સેલ્ટિક તરફથી 7,000 ચાહકોની સામે રમ્યો હતો. મેદાનમાં બુટ વગરનો એકમાત્ર ખેલાડી હોવા છતાં, સલીમે બધાન પોતાની રમતથી દિવાના બનાવી દીધા. ટીમે 7-1થી એકતરફી જીત નોંધાવી હતી, જેમાં સલીમે 3 ગોલ કર્યા હતા. સલીમની આગામી રમત પહેલા, ધ ઈવનિંગ ટાઈમ્સે તેની પ્રતિભા વિશે વાત કરી. સેલ્ટિક કીટમાં તેમનો એક ફોટો છાપ્યો અને તેના વાચકોને કહ્યું કે તે જોવા યોગ્ય છે.

યુરોપમાં સલીમને બે મેચ પછી જ હોમસિકનેસ સતાવવા લાગી
તેના પદાર્પણના બે અઠવાડિયા પછી, સલીમે હેમિલ્ટન એકેડેમિક સામે 5,000ની ભીડ સામે શાનદાર પ્રદર્શન કર્યું. ટીમ 5-1થી જીતી ગઈ, જ્યારે સલીમનો ગોલ બધાની યાદમાં વસી ગયો. જો કે, સલીમને ઘરની યાદ સતાવવા લાગી અને બે મેચો પછી તેણે કલકત્તા પાછા ફરવાનું નક્કી કર્યું અને મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ માટે રમવાનું શરૂ કર્યું. તેણે 1937 અને 1938માં વધુ બે ટાઇટલ જીત્યા. 1989માં 76 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. 2002 માં એક ઇન્ટરવ્યુમાં, તેમના પુત્ર રાશિદે યાદ કર્યું જ્યારે તેમના પિતાની તબિયત ખરાબ હતી. તે વિશે સ્કોટિશ ક્લબને પત્ર લખ્યો. તેણે કહ્યું કે મારે પૈસા જોઈતા નહોતા. હું માત્ર માહિતી આપવા માંગતો હતો, પરંતુ મને ત્યાંથી 100 પાઉન્ડનો બેંક ડ્રાફ્ટ મળ્યો. હું ગર્વ અનુભવતો હતો. પૈસાના કારણે નહીં, પણ તેમની યાદોમાં મારા પિતાજી હજુ પણ જીવિત હતા એટલા માટે. મેં તે ડ્રાફ્ટને રોકડ કર્યો નથી અને તેને સાચવી રાખવાનું નક્કી કર્યુ હતું.

Most Popular

To Top