Sports

અર્શદીપ સિંહ કેવી રીતે બન્યો ભારત માટે હુકમનો એક્કો

અર્શદીપ સિંહ કેચ છોડ્યો ત્યારે તેની ટીકા થઇ, જો કે ક્રિકેટમાં એવું થતું રહે છે. અર્શદીપે છોડેલા આ કેચની ખાસિયત એ હતી કે તે પાકિસ્તાન સામેની એક કટોકટ રહેલી મેચમાં બન્યું હતું. આમ છતાં અર્શદીપે આ કેચ પકડ્યો હોત તો ભારતની જીત નિશ્ચિત નહોતી. અર્શદીપે જ છેલ્લો બોલ ફેંક્યો અને ભારત મેચ હાર્યું હતું. અર્શદીપ શીખ સમુદાયનો છે અને તેની ટીકા કરતી વખતે તેને ‘ખાલિસ્તાની’ કહીને ચીડવામાં આવ્યો હતો. જો તમે શીખોના ઈતિહાસ, ખાલિસ્તાન ચળવળના સંદર્ભ અને 2020 અને 2021માં ખેડૂતોના આંદોલનથી પરિચિત છો, તો તમે સમજી શકશો કે આ પ્રકારની ભાષા કેટલી ઘૃણાસ્પદ છે.

આ 23 વર્ષીય લઘુમતી વિશે છે જેણે તેના ક્રિકેટના સપનાને સાકાર કરવા માટે કેનેડા જવાની તક ગુમાવી દીધી હતી. તેને ગાળો ભાંડનારાની સંખ્યા ઓછી હશે, પણ તેમના વર્તનથી અર્શદીપ લાંબા સમયથી પરેશાન છે. તેણે વિચાર્યું હશે કે શું પાકિસ્તાન સામે માત્ર એક મેચમાં હારવાથી આવું બને છે? એક વર્ષ પહેલા , એક અન્ય ભારતીય બોલર સાથે આવું બન્યું હતું, જ્યારે મહંમદ શમીને પાકિસ્તાન જવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, તે મેચમાં અસલી નિષ્ફળતા ભારતના બેટ્સમેનોની હતી. 23 ઓક્ટોબર 2022ના રોજ ફરી એકવાર શમી અને અર્શદીપ પાકિસ્તાનની સામે ઉભા હતા. સ્થળ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ હતું અને મેચ વર્લ્ડકપની હતી. અર્શદીપ પાસે નવો બોલ હતો. તેણે ઓસ્ટ્રેલિયામાં આ પહેલા ક્યારેય ઔપચારિક મેચ રમી નથી. ભુવનેશ્વર કુમારે પ્રથમ ઓવરમાં ડીપ થર્ડ અને ડીપ ફાઈન લેગનો ઉપયોગ કર્યો હતો પરંતુ અર્શદીપ ડીપ થર્ડ અને ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગથી શરૂઆત કરી હતી.

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને શોર્ટ બોલથી ઘણી ટીમોએ નિશાન બનાવ્યો છે અર્શદીપે જો કે પહેલા બોલે જ બાબરને પરફેક્ટ ઇન સ્વિંગ બોલથી ક્રિઝમાં ફસાવી દીધો. નવા બેટ્સમેન શાન મસૂદના આગમન પછી પણ ડીપ સ્ક્વેર લેગ અકબંધ છે પરંતુ તેને કે મહંમદ રિઝવાનને શોર્ટ બોલ નથી મળ્યો. બાઉન્સર આખરે તેની બીજી ઓવરમાં આવે છે અને તે રિઝવાન માટે સંપૂર્ણ ઊંચાઈ અને યોગ્ય દિશાનો બાઉન્સર હતો. રિઝવાને તેને ઓફ સ્ટમ્પ પરથી ખેંચીને હિટ કરવાનો પ્રયાસ કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં તે કાબૂમાં ન રાખી શક્યો અને તેની વિકેટ ગુમાવી દીધી. અર્શદીપ કહે છે, “તે અનુભવ અદ્દભૂત હતો. અર્શદીપને હંમેશા તેના કેપ્ટન રોહિત શર્મા તરફથી પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. એશિયા કપની ઘટના બાદ તેણે પોતાના યુવા બોલરને સમર્થન આપ્યું હતું.

પાકિસ્તાન સામેની તે બે ઓવરની તૈયારીમાં પ્રેમની પણ ભૂમિકા છે. અર્શદીપ પોતે કહે છે કે અમે શોર્ટ બોલને યોગ્ય જગ્યાએ ટપ્પો પાડવા માટે ઘણી વાતચીત કરી હતી. કોચિંગ સ્ટાફે મને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં વધારાના બાઉન્સને કારણે શોર્ટ બોલને આગળ પણ ટિપ કરવો પડે છે. અર્શદીપ જાણે છે કે આવું રોજ નહીં બને. કોઈ દિવસ એ જ બોલ પર સિક્સર પડશે. પૂંછડીયા બેટ્સમેનને જોઈને અર્શદીપને વિકેટનો લોભ થઈ જાય છે અને શાહીન શાહ આફ્રિદીને લેન્થ બોલ ફેંકે છે. શાહીન તેના પર સિક્સર ફટકારે છે. અર્શદીપને ત્યારે સમજાય છે કે તમે T20 ક્રિકેટમાં એક ક્ષણ માટે પણ ધ્યાન ગુમાવી શકતા નથી.

બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ અર્શદીપને પોતાનો રન અપ સીધો કરવા માટે સૂચના આપી છે. તે અર્શદીપના વિચિત્ર સ્વભાવથી પ્રભાવિત છે. મહામ્બ્રે કહે છે કે તે એવો ખેલાડી છે જે સતત વાત કરવાનું પસંદ કરે છે અને શમી અને ભુવી જેવા ઘણા સિનિયર બોલરોને પૂછે છે. બંનેએ આવી પરિસ્થિતિઓ જોઈ છે અને તેમ ઘણું કહી શકે છે. અર્શદીપ વિશે પ્રશંસનીય વાત એ છે કે તે સાંભળે છે અને તેને વ્યવહારમાં મૂકે છે. વાતચીત કરવી તે એક વસ્તુ છે પરંતુ તેને મેચમાં લાવવા માટે વ્યક્તિગત કૌશલ્યની જરૂર છે.

તેનામાં તમને જસપ્રીત બુમરાહની ઝલક એ રીતે મળે છે કે જે રીતે તેના કોચ અર્શદીપની તેની શીખવાની કુશળતા માટે પ્રશંસા કરે છે. જો બુમરાહ આ વર્લ્ડકપમાં હોત તો અર્શદીપ માટે ઈલેવનમાં સ્થાન મેળવવું કદાચ મુશ્કેલ હતું. તેની પસંદગી મુખ્યત્વે ડેથ ઓવર માટે કરવામાં આવી હતી. 2021 ની શરૂઆતથી T20 ક્રિકેટના આ તબક્કે તેની ઇકોનોમી વિશ્વમાં ચોથી શ્રેષ્ઠ છે. તેની યોર્કર કુશળતા આ તબક્કે ત્રીજા ક્રમે છે. જ્યારે તે યોર્કર ચૂકી જાય છે ત્યારે પણ તેની ઇકોનોમી ત્રીજા નંબર પર છે. રાઉન્ડ ધ વિકેટથી તેની યોર્કર કુશળતા પણ વિશ્વમાં બીજા સ્થાને છે.

Most Popular

To Top