World

રશિયન સેનાની આ કામગીરીનાં પગલે યુક્રેનમાં પરમાણુ હુમલાનો ખતરો વધ્યો

મોસ્કો: છેલ્લા 70 દિવસથી ચાલી રહેલા યુક્રેન યુદ્ધ(Ukraine War)માં પરમાણુ હુમલા(Nuclear attack)નો ખતરો(risk) વધી રહ્યો છે. રશિયા(Russia)એ બુધવારે કહ્યું કે તેના દળોએ પરમાણુ મિસાઇલ ફાયરિંગનો અભ્યાસ કર્યો છે. સિમ્યુલેટર પર આધારિત પરમાણુ મિસાઇલની આ કવાયત રશિયાના કેલિનિનગ્રાડમાં કરવામાં આવી હતી. 70 દિવસ સુધી ચાલેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકો મોતને ભેટ્યા છે અને 125 મિલિયનથી વધુ લોકો યુક્રેન છોડી જતા રહ્યા છે. સ્થળાંતર કરેલા લોકોની આ સંખ્યા બીજા વિશ્વ યુદ્ધ પછી સૌથી વધુ હોવાનું કહેવાય છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેઓની સેનાએ મિસાઇલ સિસ્ટમ્સ, હવાઈ ક્ષેત્રો અને મિસાઇલ ફેંકવા સક્ષમ સુરક્ષિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા લક્ષ્યો પર એક થી વધારે હુમલાઓનો અભ્યાસ કર્યો છે.

કૃત્રિમ કવાયતમાં છ દુશ્મનનાં અનેક ઠેકાણાઓ પર હુમલાઓ
24 ફેબ્રુઆરીએ યુક્રેન પર થયેલા હુમલા બાદથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન રશિયાએ વારંવાર પરોક્ષ પરમાણુ હુમલાની ચેતવણી આપી છે. બુધવારે, યુરોપિયન યુનિયનના સભ્યો પોલેન્ડ અને લિથુઆનિયા વચ્ચે સ્થિત બાલ્ટિક સમુદ્ર પરના રશિયન સૈન્ય મથક પર યુદ્ધ અભ્યાસ દરમિયાન પરમાણુ હુમલામાં સક્ષમ ઇસ્કેન્ડર બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમના કૃત્રિમ ઇલેક્ટ્રોનિક લોન્ચનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ કૃત્રિમ અભ્યાસમાં છ દુશ્મનનાં અનેક ઠેકાણાઓ પર હુમલાઓ કરવામાં આવ્યા હતા. તેના સંભવિત વળતા પ્રહારથી બચવા માટેનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

રેડિયેશન અને રાસાયણિક અસરોનું પણ મૂલ્યાંકન
પરમાણુ અભ્યાસમાં હુમલાના કારણે રેડિયેશન અને રાસાયણિકનાં ફેલાવાની અસરોનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ કવાયતમાં 100 થી વધુ રશિયન સૈનિકો અને અધિકારીઓએ ભાગ લીધો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર 24 ફેબ્રુઆરીના હુમલા બાદથી તેમના દેશના પરમાણુ દળને હાઈ એલર્ટ પર મૂકી દીધા છે. દરમિયાન, ઘેરાઈ રહેલા સંકટને ધ્યાનમાં રાખીને રશિયા તરફથી ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા પણ ઘણી વખત વ્યક્ત કરવામાં આવી હતી.

જો પશ્ચિમી દેશો હસ્તક્ષેપ કરશે તો ખતરો વધશે
બીજી તરફ, રશિયન ડિફેન્સ હેડક્વાર્ટર ક્રેમલિને કહ્યું છે કે જો પશ્ચિમ યુક્રેનમાં હસ્તક્ષેપ કરશે તો ઝડપી બદલો લેવામાં આવશે. નિષ્ણાતો કહે છે કે રશિયાની સરકારી ચેનલોએ તાજેતરમાં જ દેશના પરમાણુ શસ્ત્રોના ઉપયોગ વિશે લોકોને ઘણી વખત જાગૃત કર્યા છે. રશિયન અખબારના સંપાદક અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા દિમિત્રી મુરાટોવે મંગળવારે જણાવ્યું હતું કે, “બે અઠવાડિયાથી, અમે અમારી ટેલિવિઝન સ્ક્રીનો પરથી સાંભળી રહ્યા છીએ કે પરમાણુ વેરહાઉસ ખોલવા જોઈએ.”

Most Popular

To Top