Charchapatra

આઝાદીને છોતેર વર્ષ પૂરા થયાં

આપણી આઝાદી 76 વર્ષની થઇ છે. આ 76 વર્ષોમાં ભારતે અનેક ક્ષેત્રે નેત્રદીપક પ્રગતિ કરી છે. માણસને જોઇતી તમામ ચીજવસ્તુઓ, ઘર આંગણે પેદા થાય છે. આઝાદી પહેલાં બધું જ લગભગ વિલાયતથી આવતું હતું. આજે આપણે ઘણી ચીજવસ્તુઓ દુનિયાના અનેક દેશોમાં નિકાસ રૂપે મોકલીએ પણ છીએ. શિક્ષણ ક્ષેત્રે આપણે ઘણા આગળ છીએ. ભણતરની કોઇ પણ શાખામાં જેટલું ભણવું હોય એટલું આજનો વિદ્યાર્થી ઘર આંગણે ભણી શકે છે. ખેતી ક્ષેત્રે આપણે ઘણી ક્રાંતિ સર્જી છે. એક સમયે ભારતની 36 કરોડની વસતીને ખાવા માટે અનાજ, અમેરિકા જેવા દેશોમાંથી મંગાવવું પડતું હતું.

તો આજે 140 કરોડ લોકોને ખાવા માટે અનાજ, તેલ, કઠોળ, ખાંડ વગેરે ચીજો ઘર આંગણે જ પેદા કરીને પહોંચતી કરીએ છીએ. હરિયાળી ક્રાન્તીમાં આપણે અગ્રેસર બનતા જઇએ છીએ. નદીઓ ઉપર અનેક બંધો બાંધીને લોકો માટે પીવાના અને ખેતીવાડીના પાણીની સગવડો કરી છે. પરિવહન માટે અનેક રોડ રસ્તાઓ બનાવ્યા છે. મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યાઓને દૂર કરવા માટે અનેક ઓવર બ્રીજ બાંધ્યા છે. નાની મોટી નદીઓ ઉપર ઘણી મોટી સંખ્યામાં પૂલોનું નિર્માણ કર્યું છે. રેલ્વે સર્વિસમાં પણ ઘણી પ્રગતિ કરી છે. મીટરગેજ લાઇનોનું બ્રોડગેજ લાઇનોમાં રૂપાંતર કરવામાં આવી રહ્યું છે.

રેલ્વેની ઘણી લાઇનો ઉપર ઇલેકટ્રીફિકેશન કરવાથી, ટ્રેનોની ગતિ વધારી શકાઇ છે તથા ધૂમાડાના પ્રદૂષણને નાથી શકાયું છે. તો બીજી બાજુતપાસીએ તો દુનિયા સાથે ઉદારીકરણથી જોડાયેલા હોવાથી આપણે ઘણી વિકરાળ મોંઘવારીનો સામનોક રી રહ્યા છીએ. ડોલર અને પાઉન્ડ સામે આપણો રૂપિયો ઘસારો જાય છે. બેકારી, બેકાબુ બનતી જાય છે. ગમે તેટલું ભણો પણ નોકરી કયાં છે? શિક્ષિત વર્ગ ઉદાસ છે. ક્રાઇમ એની પરાકાષ્ઠાએ છે. તમામ સ્તરે ભ્રષ્ટાચારનો દરિયો ઘુઘવાટા બોલાવી રહ્યો છે. બાળાઓ ઉપરના અપરાધોનો કોઇ હિસાબ નથી. રાજકારણીઓ અને સરકારી કર્મચારીઓ નીતિ વિહોણા ભાસી રહ્યા છે. દેશપ્રેમ અને દેશદાઝ કોઇના દિલમાં નથી. બધુ ઉપર છલ્લુ અને આભાસ ભાસે છે. નાગરિકોના મોઢાઓમાંથી વંદેમાતરમ બોલાય છે પણ દેશ માટે દિલમાં જરાયે પ્યાર નથી. આમ સારા અને ખોટા એમ બે દ્વંદો વચ્ચે આપણી આઝાદી સ્વસી રહી છે.
સુરત              – બાબુભાઇ નાઇ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

વાંક મારો જ છે
આજે કોઇ કુટુંબમાં સાસુ વહુને દબાવ્યા કરે છે. વહુનું શોષણ કર્યા કરે છે. તો વહુએ શું વિચારવું જોઇએ? વહુએ વિચારવું જોઇએ કે પાછલા ભવમાં મેં આ આત્માની ઘણી સેવા લીધી હશે. મેં એને ઘણો પજવ્યો હશે એનું બીજ મેં જ વાવ્યું હશે. એટલે હું શાંત ચિત્તે સમભાવે આ સ્થિતિને ભોગવી લઉં. વાંક મારો જ છે. દોષ મારા કર્મનો જ છે. હું જેટલી શાંતિ રાખીશ, એટલાં મારાં બંધાયેલા કર્મ તૂટશે અને ધીરેધીરે પ્રતિકૂળ સ્થિતિઓ અનુકૂળ બની જશે. કર્મ ભોગવવામાં પણ ખૂબ જ ધીરજ રાખવી પડે છે.
વિજલપોર – ડાહ્યાભાઇ હરિભાઇ પટેલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top