Entertainment

સુ’શાંત’ જીવનમાં પ્રેમના વાવાઝોડા તો ઘણા આવ્યા પણ…

સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડાન્સર તરીકે શરૂઆત કરી હતી, તેણે શાહરુખ ખાન અને અન્ય એક્ટરના શૉમાં સાઈડ ડાન્સર તરીકે પણ પરફોર્મન્સ આપ્યા હતા. બાલાજી ટેલિફિલ્મ્સની ડેલી સોપમાં સુશાંત અને અંકિતા અંધેરી (ઈસ્ટ ) ચાંદીવલી સ્ટુડિયોમાં સાથે કામ કરતા હતા અને બંનેની ફર્સ્ટ ડેબ્યુ હોવાથી બંનેને એકબીજાની કંપની ગમતી હતી. ‘પવિત્ર રિશ્તા’ માં કામ કરતા કરતા તેઓ પ્રેમમાં પડ્યા હતા છ વર્ષ સુધી મલાડ વેસ્ટના ફ્લેટમાં લિવ ઈનમાં રહ્યા બાદ 2016માં બંને અલગ થઈ ગયા હતા. સુશાંતે, માર્ચ 2019માં સો.મીડિયા અકાઉન્ટમાંથી તમામ તસવીરો ડિલિટ કરી નાખી હતી. જોકે, જ્યારે અંકિતાને ફોન પર સુશાંતના મોતના સમાચાર મળ્યા તો તે માત્ર એટલું જ કહી શકે કે ‘વ્હોટ?’

સુશાંતે કરિયરમાં આગળ વધવા માટે અંકિતાનો સાથ છોડ્યો હતો. અંકિતાએ કહ્યું હતું કે સુશાંત પોતાની પસંદ અંગે બહુ જ પહેલેથી સ્પષ્ટ હતો. અંકિતા સાથેના બ્રેકઅપ બાદ સુશાંતનું નામ 2017માં આવેલી ફિલ્મ ‘રાબ્તા’ની કો-સ્ટાર ક્રિતિ સેનન સાથે જોડાયું હતું.  શૂટિંગ દરમિયાન સુશાંત તથા ક્રિતિની નિકટતાની વાતો સામાન્ય થઈ ગઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી, પરંતુ બંને વચ્ચેનું બોન્ડિંગ મજબૂત બન્યું હતું. ક્રિતિ અવારનવાર સુશાંતને મળવા તેના ફ્લેટ પર જતી હતી. 2017માં ક્રિતિના જન્મદિવસ પર સુશાંતે પાર્ટી આપી હતી. જોકે, બંને એકબીજાના સારા મિત્રો હોવાની વાત જ કરતા હતા. તેમણે ક્યારેય એ વાત સ્વીકારી નહોતી કે બંને વચ્ચે અફેર છે.

14 જૂન, 2020ના રોજ સુશાંતના મોતના ત્રીજા દિવસે ક્રિતિએ ભાવુક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘સુશ, મને ખબર હતી કે તારું દિમાગ એકદમ બ્રિલિયન્ટ છે જે તારું મિત્ર પણ છે અને દુશ્મન… પણ હું એ વાતથી એકદમ તૂટી ગઈ છું કે તારી લાઈફમાં એક ઘડી એવી આવી જ્યાં તને જીવવા કરતાં મરી જવું વધુ સરળ લાગ્યું. કાશ તારી પાસે એ ઘડીએ લોકો હોત અને એ ક્ષણ પસાર થઇ ગઈ હોત. એ ઘડીએ કાશ તે તને પ્રેમ કરનારાને તારાથી દૂર ના કર્યા હોત… કાશ હું તારી અંદર જે તૂટ્યું હતું એને સરખું કરી શકત… હું ના કરી શકી.’

ક્રિતિ સાથેના બ્રેકઅપ બાદ સુશાંત એક્ટ્રેસ સારા અલી ખાનના પરિચયમાં આવ્યો હતો. સારાની પહેલી  ફિલ્મ ‘કેદારનાથ’નો કો-સ્ટાર હતો. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ચર્ચા હતી કે બંને એકબીજાને ડેટ કરે છે. સારા એક્ટરના ફાર્મહાઉસ પર પણ જતી અને અહીંયા ત્રણથી ચાર દિવસ રોકાતી. ડિસેમ્બર, 2018માં સારા તથા સુશાંત થાઈલેન્ડ ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા બાદ બંને એરપોર્ટથી સીધા ફાર્મહાઉસ ગયા હતા. સુશાંત, સારાને પ્રપોઝ કરવાનો હતો પરંતુ કરી શક્યો નહીં. સારા તથા સુશાંતનું જાન્યુઆરી, 2019માં બ્રેકઅપ થયું હતું અને ત્યારબાદથી સારા ક્યારેય સુશાંતના ફાર્મહાઉસમાં ગઈ નહોતી. સુશાંતના મોત બાદ ડ્રગ્સ એંગલમાં સારાનું નામ સામે આવ્યું હતું.

રિયાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે અને સારા સાથે ગાંજો લેતા હતા. સારા જ તેને ગાંજો ઑફર કરતી હતી. રિયા તથા સુશાંતની પહેલી મુલાકાત 2013માં થઈ હતી. તે સમયે સુશાંત ‘શુદ્ધ દેસી રોમાન્સ’નું શૂટિંગ કરતો હતો અને રિયા બાજુમાં ‘મેરે ડેડ કી મારુતિ’ ફિલ્મનું શૂટિંગ કરતી હતી. ત્યારબાદ બંને પાર્ટીઓમાં મળતા અને મિત્રો બન્યા હતા. સુશાંતના મોત બાદ ડ્રગ્સ એંગલમાં સારાનું નામ સામે આવ્યું હતું. રિયાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે અને સારા સાથે ગાંજો લેતા હતા. સારા જ તેને ગાંજો ઑફર    કરતી હતી.

Most Popular

To Top