SURAT

ગ્રીષ્મા હત્યા કેસ : કામરેજ પીઆઈની જુબાની પૂરી, આવતીકાલે એફએસએલ અધિકારીની જુબાની લેવાશે

સુરત: ગ્રીષ્મા હત્યા કેસમાં કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટરની જુબાની પૂરી થઇ હતી. હવે આવતીકાલે ફરિયાદ પક્ષે એફએસએલના બે અધિકારીની જુબાની લેવામાં આવશે. બાદ સરકાર દ્વારા ક્લોઝિંગ આપવામાં આવે તેવી શક્યતા છે.

પાસોદરા ગામે ગ્રીષ્મા વેકરિયાની સરાજાહેર હત્યા કરવાના ગુનામાં આરોપી ફેનીલ જેલવાસ ભોગવી રહ્યો છે. આ હત્યા કેસમાં સરકાર પક્ષ દ્વારા અત્યાર સુધીમાં 110થી વધુ સાક્ષીની જુબાની લેવામાં આવી છે. બુધવારે હત્યા કેસની તપાસ કરનાર કામરેજ પીઆઇ ગીલાતરની જુબાની લેવામાં આવી હતી. હવે આવતીકાલે ગુરુવારે આ કેસના અન્ય મહત્ત્વના સાક્ષી ગણાતા એફએસએલના અધિકારીઓની જુબાની લેવામાં આવશે. ત્યારબાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ એટલે કે હવે કોઇ સાક્ષી તપાસવાના નથી તેવી અરજી કરીને કેસ પૂરો કરવામાં આવશે. સંભવત: આવતા 10 દિવસમાં આ કેસનો ચુકાદો આવે તેવી શક્યતા છે.

કામરેજ પીઆઇએ હત્યાનો વિડીયો કોર્ટમાં રજૂ કર્યો
સુરતનાં ગ્રીષ્મા હત્યા (Grishma Murder) કેસમાં કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટરની જુબાની લેવામાં આવી હતી, કોર્ટમાં (Court) હત્યાનો વીડિયો (Video) રજૂ કરાયો હતો અને આ વિડીયોમાં લોકોની ચીસાચીસ સંભળાતી હતી. લોકો ગ્રીષ્માને છોડી દેવા માટે બૂમો પાડતા હતા. પરંતુ ફેનિલે લોકોની એક વાત માની ન હતી અને ગ્રીષ્માની સરાજાહેર હત્યા કરી નાંખી હતી. આજે કામરેજ પીઆઇની સરકાર તરફે સરતપાસ પુરી થઇ હતી, જ્યારે બચાવપક્ષના વકીલે પીઆઇની ઉલટતપાસ શરૂ કરી હતી. આજે કોર્ટનો સમય પુરો થઇ જતા હવે આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

અત્યાર સુધીમાં 100 થી વધુ સાક્ષીઓની જુબાની લેવાઈ
આ કેસની વિગત મુજબ ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં અત્યાર સુધીમાં 100 થી વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. આજે આ કેસના મુખ્ય સાક્ષી ગણાતા કામરેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ગીલાતરની જુબાની લેવામાં આવી હતી, બાકી રહેલી સરતપાસ આજે પુરી કરવામાં આવી હતી. સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કામરેજ પીઆઇની જુબાની લીધી હતી. ત્યારબાદ બચાવપક્ષના વકીલ ઝમીર શેખએ કામરેજ પીઆઇની ઉલટ તપાસ લેવાનું શરૂ કર્યું હતું. આજે કોર્ટનો સમય પુરો થઇ જતા ઉલટતપાસ અધૂરી રહી હતી. હવે આવતીકાલે વધુ જુબાની લેવામાં આવશે. આજરોજની જુબાનીમાં કામરેજ પીઆઇએ હત્યાનો વિડીયો કોર્ટમાં રજૂ કર્યો હતો. આ વિડીયોમાં લોકોની બૂમાબૂમ સંભળાતી હતી. આ વિડીયોના આધારે કામરેજ પીઆઇની સરતપાસ અને ઉલટતપાસ કરવામાં આવી હતી.

Most Popular

To Top