Charchapatra

કુટેવનું પરિણામ

આપણા દેશમાં ઘણી વ્યકિતઓને કુટેવ હોય છે. આવી કુટેવો આપણા દેશમાં તો ચાલી જાય પણ અન્ય દેશમાં તે કેવું પરિણામ લાવે તેનો જાણવા મળેલ આ કિસ્સો ઘણું બધું કહી જાય છે. વાત એમ છે કે કેનેડા ખર્ચાળ દેશ છે પણ એમની બધી સુવિધાઓ ફાસ્ટ છે. ગયા ઉનાળામાં ભારતના એક રાજ્યમાંથી એક પરિવાર કેનેડા ફરવા ગયું, જેમાં પતિ,પત્ની, બે બાળકો અને વૃદ્ધ પિતા પણ હતાં. તેમને ફરવાની મઝા આવી. એક વાર તેઓ પોતાની ગાડી કરી કયાંક જઇ રહ્યાં હતાં અને તેમની પાછળ એક કેનેડિયન લેડીની કાર હતી. અચાનક એ કેનેડિયન લેડીએ જોયું કે કાકાએ કારની બારીમાંથી મોઢું બહાર કાઢ્યું અને લોહીની ઉલટી કરી. તરત જ એ લેડીએ એક્શન લીધું અને ૯૧૧ પર કોલ કર્યો. તરત જ એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર આવી ગયું અને તરત ઓક્સિજન લગાવી દીધો. હોસ્પિટલનો સ્ટાફ કાકાની પાછળ લાગી ગયો અને કાકાને હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરોએ બહુ મહેનત કરી અને એક કલાક પછી કાકાને સેઇફ જાહેર કર્યા. બધાએ કેનેડિયન લેડીનો આભાર માન્યો. આ બધી સર્વિસ બહુ સારી હતી, પછી કાકાના છોકરાને ૩૫૦૦ કેનેડિયન ડોલરનું બીલ આપ્યું. આવા અચાનક ખર્ચથી પેલો છોકરો ડઘાઈ ગયો અને કાકા ઉપર ગુસ્સે થઇ ગયો અને બોલ્યો : પાન ખાઇને બારીની બહાર પિચકારી મારવાની શું જરૂર હતી ? જો કુટેવ નહીં છોડો તો કુટેવનું પરિણામ આપણા દેશની બહાર  કેવું આવે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top