Dakshin Gujarat Main

રત્નકલાકારે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી બિભત્સ ફોટો ફેસબુક પર મુકી દીધા અને…

વલસાડ : પારડી (Pardi) તાલુકામાં એક હીરા ઘસતા કારીગર યુવાને સગીરાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યા બાદ ફેસબુક (FaceBook) ઉપર ફેક આઈડી (Fake ID) બનાવી એના બિભત્સ ફોટો (Photos) ફેસબુક પર અપલોડ કરી દીધા હતા. આ મામલે સગીરાએ વલસાડની (Valsad) સાયબર ક્રાઇમમાં (Cyber Crime) ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

  • રત્ન કલાકારે સગીરાને લગ્નની લાલચ આપી
  • અલગ અલગ જગ્યા જઈ શરીસુખ માણી, સુરત ભગાડી જઈ પતિ પત્ની જેમ રહેતા હતા
  • કોઈ કારણસર તરછોડી દીધા બાદ અંગત ફોટા ફેસ પર મુકવાની ધમકી આપતો હતો રત્ન કલાકાર
  • સગીરાની ફરિયાદ બાદ વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે આરોપી દીપક નાયકાને દબોચી લીધો

પારડી તાલુકાના એક ગામની સગીરા તેના ગામમાં આવેલા મંદિરે દર્શન કરવા જતી હતી. ત્યારે એની મુલાકાત પારડીના નેવરી ગામે દાદરી ફળિયામાં રહેતા દીપક પ્રકાશ નાયકા સાથે થઈ હતી. પોતાના ફોન નંબર એક બીજાને આપ્યા બાદ બંને જણા એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થઇ ગયા હતા. બંને જણા એકબીજા વગર જીવી ન શકતા હોય દીપકે લગ્નની લાલચ આપીને સગીરા સાથે અલગ અલગ જગ્યા પર લઈ જઈને શરીરસુખ માણ્યું હતું. ત્યારબાદ દીપક લગ્નની લાલચ આપીને સગીરાને પોતાના ઘરથી સુરત ભગાડી ગયો હતો. ત્યાં એક રૂમ લઈને બંને જણાં પતિ-પત્ની હોય તેમ રહેવા લાગી ગયા હતા. દીપક હીરા ઘસવાનું કામ કરતો હતો. બંને જણા થોડા દિવસ પછી પતિ-પત્ની તરીકે રહ્યા બાદ કોઇ અન્ય કારણોસર દીપકે સગીરાને તરછોડી દીધી હતી.

સગીરા એના ઘરે પાછી આવી ગયાને થોડા સમય બાદ દીપકે સગીરા સાથે અંગત પળો માણી હતી, તે ફોટો તથા વિડીયો પોતાના મોબાઈલમાં લઈ લીધા હતા. જેથી દીપક સગીરાને ફોન કરીને વારંવાર હેરાન કરતો હતો. ફેસબુક ઉપર ફોટો અપલોડ કરવાની ધમકી પણ આપતો હતો. દીપકે ફેસબુક ઉપર ફેક આઇડી બનાવી સગીરા સાથેની અંગત પળોના ફોટા ફેસબુક ઉપર વાયરલ કરી દીધા હતા. ગામમાં ફોટો કોપી કરાવીને વહેચી હતી. જે અંગેની ફરિયાદ સગીરાએ વલસાડની સાયબર ક્રાઇમમાં નોંધાવી હતી. ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમના પીઆઈ પી.ડી.જાની તથા પીએસઆઈ જે.જી.મોડે આરોપી દીપકને ઝડપી પાડી એની પાસેથી મોબાઈલ પણ લઈ લીધો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top