Charchapatra

જૂના અંબાજી મંદિરનું માહાત્મ્ય

આજથી ૪૦૦-૫૦૦ વર્ષ પહેલાં અમદાવાદના ભગત પ્રેમજી ભટ્ટ ત્યાંથી અંબા માતાની મૂર્તિ સુરતમાં લાવ્યા હતા.ભાગળ નજીક લાકડાનું મંદિર બનાવી માતાજીની મૂર્તિની સ્થાપના કરી હતી.જે આજે જૂના અંબાજી તરીકે પ્રસિદ્ધ છે.મૂળ સુરતીઓ અંબા માતાનાં દર્શન કરી  ધન્યતા અનુભવે છે.આસો અને ચૈત્રી નવરાત્રમાં માનવ મહેરામણ ઉમટી પડે છે.સવારથી રાત્રી સુધી ભક્તોની ભીડ જોવા મળે છે.આઠમના દિવસે યજ્ઞ થાય છે.દશેરાના દિવસે માતાજી નગરચર્યા પર નીકળે છે.સુરતીઓને ઘર બેઠાં દર્શન આપે છે.શરદપૂર્ણિમાના દિવસે મંદિર પર દીપ પ્રગટાવવામાં આવે છે.માતાજીનું મંદિર દીવડાથી ઝળહળી ઊઠે છે.હજુ આજે પણ સુરતમાં એવા ભક્તો છે, જે સવારે માતાજીંના દર્શન કરીને જ ચા મુખમાં મૂકે છે.આજે આ વિસ્તાર અંબાજી રોડ તરીકે ઓળખાય છે.આ વિસ્તારમાં બહુચરાજી માતા,મહાકાળી માતા,મહાલક્ષ્મી માતા,આશાપુરી માતા વિ.મંદિરો આવેલાં છે.આજે પણ  આ વિસ્તાર યાત્રાધામ જેવો લાગે છે.આજે સુરતનો વિકાસ થયો, પરિણામે નવાં નવાં મંદિરો બન્યાં છતાં આજે પણ કોટ વિસ્તારના જુના અંબાજી મંદિરનું માહાત્મ્ય અકબંધ છે.
સુરત     – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top