Charchapatra

જયાં આભ ફાટયું….

દેશમાં સમાજ કઇ દિશામાં દોટ મૂકી રહ્યો છે તે જ સમજાતું નથી! મોંઘવારી સાતમે આસમાને પહોંચી. શિક્ષણ તળિયે બેઠું. જયારે દ્વિભાષી રાજય હતું ત્યારે અગિયારમા ધોરણની એસ.એસ.સી. પરીક્ષા પુના બોર્ડ સંચાલન કરતું. પેપર ફૂટવાના બનાવો આટલું મોટું ફલક હોવા છતાં બનતાં નહિ અને આજે ગુજરાતમાં શું બની રહ્યું છે. લાંચ રૂશ્વત છૂપી છૂપી  ડગલે ને પગલે જીવનના મોટા ભાગના ક્ષેત્રમાં પેધી પડી છે. મોબાઇલ ચોરી, ઠગાઇ, એક તરફી પ્રેમ –  સાધુરૂપે બારણે આવી મહિલાઓને ભોગવી ઉઘાડી લૂંટ હવે તો કયા ક્ષેત્રમાં નથી તે શોધવું પડે. પવિત્ર ગણાતો દાકતરી વ્યવસાય સુધ્ધાં અભડાઇ ગયો. જે દર્દીઓ દવાખાનાં સુધી જઇ ના શકે છતાં ડોકટરોએ મોં માંગી ફી આપવા તૈયારી હોવા છતાં વિઝીટ બંધ. વ્યાપારી ક્ષેત્ર જગજાહેર છે. મનુષ્યજીવન દિવસે દિવસે ધસમસતા પ્રવાહ જેવું અને નકલખોર બની ગયું! સેમ્યુઅલ જહોન્સને સરસ નોંધ આપી છે. ‘‘માણસો કેવી રીતે મરે છે તે નહિ પરંતુ તેઓ જીવન કેવી રીતે જીવે  છે તે મહત્ત્વનું છે. જયારે સફેદ કબૂતર, કાગડાની દોસ્તી બાંધે ત્યારે તેનાં પીંછાં તો સફેદ જ રહે, પરંતુ હૃદય કાળું પડતું જાય. થીંગડાં કયાં કયાં મારશો. મધ્યમ અને ગરીબ વર્ગ મોંઘવારીના ભઠ્ઠામાં ભૂંજાઇ રહ્યો છે. અરેરાટી જેવું કંઇ બચ્યું જ નથી. યાદ કરો તાજેતરમાં બનેલ બંગાળનો કિસ્સો નરી અરેરાટી.
સુરત     – કુમુદભાઇ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top