Vadodara

રાજ્યમાં સૌથી વધુ કોરોના સંક્રમિતશહેર તરીકે વડોદરા બીજા નંબરે

વડોદરા: વડોદરા શહેર મા કોરોના એ ધીરે ધીરે રફતાર પકડી છે. ત્યારે શહેરીજનો કોઇ તકેદારી ના રાખતા ખતરો વઘી ગયો છે તા.4 એપ્રિલ ના રોજ કોરોનાના 24 કેસ નોંધાયા છે. રાજ્ય મા અમદાવાદ પછી કોરોના સક્રિમિત શહેર તરીકે બીજા નંબરે આવે છે. રોજ વઘતા કેસ છતાં આરોગ્ય વિભાગ હાથ જોડી ને બેસી રહીયુ હોય તેમ લાગે છે. હાલ ધાર્મિક મહિનો હોવાથી શહેર મા મોટા પાયે ભીડ એકઠી થતી જોવા મળે છે. આરોગ્ય વિભાગ ના કેટલાક નિષ્ણાંતો નું કહેવું છે કે તંત્ર કહે કે ના કહે પરંતુ વડોદરા ના લોકોએ સ્વયંભુ તકેદારી રાખવાની જરૂર છે.અને ભીડ થી બચવું જોઈએ તેમજ હાલ કેટલાય સમય થી વાયરલ ઇન્ફેકશન ના કારણે શરદી, ખાંસી, તાવ જેવી સમસ્યા જોવા મળી છે. ત્યારે માસ્ક પહેરવાની જરૂરિયાત પણ છે. પરંતુ વડોદરા ના લોકો જાહેર મા માસ્ક પહેરતા જોવા મળતા નથી.

4500 ડોઝ એક્સપાઈડ થયાં
આરોગ્ય વિભાગ ના અધિકારી મુજબ હાલ કોઇ રસી ઉપલબ્ધ નથી.4500 ડોઝ હતા જે એક્સપાઇડ થયા છે. નવો ઓડર આપી દીધો છે 8,10 દિવસ મા આવશે વડોદરા મા 70 ટકા લોકો એ ત્રણ ડોઝ લઈ લીધા છે. -ડો. રાજેશ શાહ, ચેરમેન આરોગ્ય વિભાગ
શહેરમાં કોરોનાનાં વધુ 24 કેસ નોંધાયા, 1 દર્દી વેન્ટિલેટર ઉપર
શહેરમાં કોરોનાના કુલ કેસ 164 ઉપર પહોંચ્યા છે. સદીને પાર પહોંચેલા કેસોને ધ્યાને લઈને હવે શહેરીજનોએ પણ સતર્ક થઇ જવાની જરૂર વર્તાઈ રહી છે. આજે શહેરમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના માથું ઊંચકી રહ્યો છે. અને દિવસે દિવસે તેના કેસોમાં વધારો થઇ રહ્યો છે. શહેરમાં આજે કોરોનાના વધુ 24 કેસ નોંધાયા હતા. ગતરોજ 27 કેસ બાદ આજે વધુ 24 કેસ નોંધાયા છે. આજરોજ 502 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 24 વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો.

વડોદરામાં નવા 24 કેસ, 6 દર્દી હોસ્પિટલમાં દાખલ
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ મુજબ વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 24 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 1,01,191 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. વધુ 16 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ, અત્યાર સુધીમાં કુલ 100,490 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 164 થયો છે.

કેટલાક વિસ્તારોમાં નવા કેસ નોંધાયા હતા
વડોદરા શહેરના અટલાદરા, ગોરવા, જેતલપુર, અકોટા, દિવાળીપુરા, સુભાનપુરા, ભાયલી, સમા, નવી ધરતી, તરસાલી, માંજલપુર, કપુરાઈ અને રામદેવનગર વિસ્તારમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. જો વડોદરા વાસીઓ કાળજી નહીં રાખે તો આગામી સમય મા કોરોના ના કેસ વધવાની આશઁકા નકારી શકાય નહીં. જો આમ થાય તો કદાચ વડોદરા વાસીઓ માટે માસ્ક ફરજીયાત જેવા નિયમો નો સામનો કરવો પણ પડે.

Most Popular

To Top